Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ શોપિયાંમાં પહોંચ્યા:સ્થાનિકો સાથે વાતચીત- નાસ્તો પણ કર્યો

રાજ્યપાલ સત્યપાલ મલિક અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી

નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કલમ 370 હટ્યા બાદ હાલમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી સાથે તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો


જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને કલમ 35એ રદ્દ કર્યા બાદ ડોભાલ અહીં પહોંચ્યા છે. ડોભાલે આ મુલાકાતની તસવીરો સમાચાર એજન્સી એએનઆઈએ જાહેર કરી છે.

   ડોભાલ અહીં શોપિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. ડોભાલ, સોમવારે જ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ પ્રવાસમાં તેમણે રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી

(7:32 pm IST)