Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કેટની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ

છાત્રો આઇઆઇએમ કેટની ઓફીશ્યલ વેબ સાઇટ ઉપર ફોર્મ ભરી શકશે

નવી દિલ્હીઃ તા.૭, કેટની પરીક્ષામાં નોંધણીની કાર્યવાહી શરૂ થઇ ગઇ છેે. કેટની પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક છાત્રો ઓનલાઇન રજીસ્ટ્રેશન(catragistration form 2019) કરી શકે છે.

કેટની પરીક્ષામાં રજીસ્ટ્રેશન આઇઆઇએમ કેટની ઓફીશ્યલ વેબ સાઇટ ઉપર કરી શકે છે. ફોર્મ ભરવાની ૧૮/૯/૧૯ છેલ્લી તારીખ છે. કેટની પરીક્ષા ૨૪ નવે.ના યોજાશે. કેટની પરીક્ષા માટે દેશભરમાં ૧૫૬ શહેરોના કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે. કેટની પરીક્ષાનું સંચાલન ઇન્ડિય ઇન્સ્ટીટયુટ કોઝી કોડ દ્વારા થયું છે.

(4:27 pm IST)