Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

શેરબજારોમાં કડાકો બોલી જતા-વિશ્વભરના અમીરોની સંપત્તિમાં ૮.૧૯ લાખ કરોડનો ઘટાડો

મુકેશ અંબાણીની ૧૬૮૦૦ કરોડની સંપતિ ધોવાઇ ગઇ

નવી દિલ્હી, તા.૭: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે અમેરિકા સહિત દુનિયાભરના શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. એક રિપોર્ટ મુજબ આ ધોવાણના કારણે દુનિયાભરના અમીરોની કુલ સંપત્તિના ૮.૧૯ લાખ કરોડ રુપિયા ધોવાઈ ગયા છે. જેમાં ભારતના સૌથી વધુ ધનવાન વ્યકિત મુકેશ અંબાણીની પણ ૧૬,૮૦૦ કરોડ રુપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે.

દુનિયાના સૌથી અમીર વ્યકિત અને એમેઝોનના CEO જેફ બેજોઝે સૌથી વધુ રુપિયા ગુમાવ્યા છે. જોકે તેમ છતા પર ૧૧૦ અબજ ડોલરની નેટવર્થ સાથે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યકિત છે.

બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેકસમાં સામેલ ૨૧ અબજોપતિઓના શેર્સની કિંમતમાં સોમવારે ૧ અબજ ડોલરથી ૩.૪ અબજ ડોલર જેટલું ધોવાણ થયું છે. આ ઇન્ડેકસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ૧૮માં નંબરે આવે છે. તેમની હાલની સંપત્તિ ૩.૧૪ લાખ કરોડ રુપિયા એટલે કે ૪૪.૮ અબજ ડોલર છે. આ સાથે જ અંબાણી એશિયાના સૌથી વધુ પૈસાદાર વ્યકિત છે.

(3:50 pm IST)