Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જટિલ પોકનો પણ ઉકેલ લાવીશું : ગૌત્તમ ગંભીર

શાહીદ આફ્રિદીને ગૌત્તમ ગંભીરનો જવાબ

નવી દિલ્હી, તા.૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને ખતમ કરવાથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીની નારાજગી બાદ આજે ગૌત્તમ ગંભીરે પણ શાહીદ આફ્રિદીને જોરદાર જવાબ આપ્યો હતો. શાહીદ આફ્રિદીએ સોશિયલ મિડિયા ઉપર પોતાની નારાજગી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ વ્યક્ત કર્યા બાદ ભારતના પૂર્વ ક્રિકેટર અને હાલના ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે જવાબ આપવામાં વિલંબ કર્યો ન હતો. પોતાના આક્રમક વલણના કારણે જાણિતા રહેલા ગૌત્તમ ગંભીરે આફ્રીદીને ટ્વિટર પર યોગ્ય જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે,

            પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને યાદ કરી લેવા જેવી સ્થિતિ છે. પોકનો પણ ઉકેલ લાવવામાં આવશે તેવી વાત ગૌત્તમ ગંભીરે કરી હતી. ગૌત્તમ ગંભીરે પોતાના અંદાજમાં આફ્રીદીને બેટા જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા શાહીદ આફ્રિદીએ ટ્વિટ કરીને સંયુક્ત રાષ્ટ્ર ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અમેરિકા મદદ કરે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આફ્રિદીની વાંધાજનક ટિપ્પણી બાદ ક્રિકેટ સમુદાયમાંથી જ ગંભીરે તેની જોરદાર ઝાટકણી કાઢી હતી.

(12:00 am IST)