Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ડીઅેમકેના અધ્યક્ષ અેમ કરૂણાનિધિની તબિયત વધુ નાજુકઃ સમર્થકો કરૂણાનિધિના સ્લોગનવાળા ટી-શર્ટવાળા તેઓ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે

ચેન્નાઇઃ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ ડીએમકેના અધ્યક્ષ એમ કરુણાનિધિની તબિયત વધારે ખરાબ થઈ છે. સોમવારે સાંજે કાવેરી હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં તેની તબિયત વધારે નાજુક હોવાની વાત કરવામાં આવી હતી. આ સાથે જ આગામી 24 કલાક ઘણાં મહત્વના રહેશે તેવી વાત પણ બુલેટિનમાં કરવામાં આવી હતી.

મંગળવારે સવારે કરુણાનિધિની તબિયત વધારે ખરાબ થવાની માહિતી મળ્યા પછી તેમના પત્ની અને દીકરી તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગયા છે. હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડૉ. અરવિંદ સેલ્વરાજે બુલેટિનમાં કહ્યું છે કે- બીમારીને જોતા તેમના અંગ કામ કરે તેમની સ્થિતિ સ્થિર રહે તે મુશ્કેલ છે. તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એક્ટિવ મેડિકલ સપોર્ટ સાથે તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. ઈલાજની તેમના પર કેટલી અસર થાય છે તેના પર બધું નિર્ભર છે.

તામિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ એસ થિરુનાવુકરસરે હોસ્પિટલ જઈને તેમની સ્થિતિ જાણી છે અને જણાવ્યું કે કરુણાનિધિની સ્થિતિ ખરાબ છે. તેમણે કહ્યું- ડૉક્ટરો તેમનો ઈલાજ કરી રહ્યા છે. અમે બધા તેમના સાજા થવા માટેની પ્રાર્થના કરી રહ્યા છીએ.

મોટી સંખ્યામાં ચેન્નાઈના કાવેરી હોસ્પિટલ પહોંચેલા ડીએમકે કાર્યકર્તા અને સમર્થકો એકઠા થયા છે. ડીએમકે ચીફ કરુણાનિધિનો અહીં ઈલાજ ચાલી રહ્યો છે. હોસ્પિટલે તેમની સ્થિતિ વધારે નાજુક હોવાની વાત ગઈકાલે કરવામાં આવી હતી.

ડીએમકે નેતા અને કરુણાનિધિના દીકરી કનિમોઝી પણ કાવેરી હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે અહીં એકઠા થયેલા સમર્થકો સાથે મુલાકાત કરી છે. ડીએમકેના સમર્થકો કરુણાનિધિના સ્લોગનવાળી ટી-શર્ટ પહેરીને તેમના જલદી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(6:57 pm IST)