Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

યુવાની પાછી મેળવવા માટે થતી વજાઇનલ ટ્રીટમેન્ટ છે જોખમી

નવી દિલ્હી તા ૭ :  મહિલાના જનનાંગની મેડિકલ ટ્રીટમેન્ટ કરીને યુવાનીનો અનુભવ ફરી મેળવવાની ઇચ્છા જોખમી સાબિત થઇ શકે છે. અમેરિકાના FDA એ વજાઇનલ રિજેવિનેશન એટલે કે યોનિનો કાયાકલ્પ કરવાની સારવારને નુકશાનકારક ગણાવી છે. અનેક કંપનીઓ મહિલા જનનાંગની સારવાર કરનારા ઉપકરણો બજારમાં લાવી રહી છે જે રજોનિવૃતિ, પેશાબમાર્ગ ીબંધિત પ્રતિકુળતા અને યોૈન સંબંધી વિકારના ોક્ષણોની સારવાર કરવાનો દાવો કરે છે. આ ઉત્પાદનોથી ગંભીર જોખમો તેદા થાય છે. આન ઉપરાંત જે કારણો માટે એનો ઉપયોગ કરવાનું કહેવાય છે એનો ઇલાજ થયાના કોઇ પુરાવાઓ ઉપલબ્ધ નથી. આ ઉપકરણો વડે મહિલાઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો ભય છે. FDA ના મતે આ .પકરણોના  ઉપયોગથી યોનિમાં બળતરા, જખમ અને સમાગમ સમયેપીડાનો અનુભવ થાય છે. આ ડિવાઇસીસમાશ્રં જે પ્રકારના લેઝરનો કે પછી રેડીયોફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવે છે એનો ઉપયોગ માત્ર લાઇસન્સ ધરાવતા ગાયનેકોલેજિસ્ટો કેન્સર પેદા કરનારા ટિશ્યુઝ કે ગુપ્તાંગમાં થતા મસાની સારવાર કરવા માટે જ કરી શકે છે. (૩.૬)

(11:19 am IST)