Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

૫ત્નીની આંખ, નાક અને મોઢામાં નાંખી ફેવિકવીક : મોત

વિદિશા તા. ૭ : મધ્યપ્રદેશના વિદિશામાં ૪૦ વર્ષીય એક વ્યકિતએ કથિત રીતે પત્નીના મોઢા, નાક અને આંખમાં ફેવિકિવક (Fevikwik)નાંખી દીધી. શ્વાસ રૃંધાઈ જવાને કારણે મહિલાનું મૃત્યુ થઈ ગયું. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે રાજપૂત કોલોનીમાં રહેતા હલ્કેરામ કુશવાહ (૪૦)એ પોતાની પત્ની દુર્ગાબાઈના મોઢા, નાક અને આંખમાં ફેવિકિવક ગ્લૂ નાંખી દીધું હતું. જેના કારણે  મહિલાનું મોત થઈ ગયું.

તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીએ તેના બંને બાળકોને ઘરેથી બહાર મોકલી આ કાંડ કર્યો હતો. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે આરોપીનો સગીર પુત્ર સાંજે ઘરે આવ્યો અને તેણે પોતાના માતાને મૃત અવસ્થામાં જોઈ હતી. ૧૫ વર્ષીય સગીર પુત્રની ફરિયાદ બાદ પોલીસે હલ્કેરામ સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સગીર પુત્રએ પોલીસને જણાવ્યું કે તેના પિતા દારૂ પીને તેની માતા સાથે લડાઈ ઝઘડો કરતા હતા અને આ પહેલા પણ તેની માતાને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. (૨૧.૬)

(10:04 am IST)