Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

‘ઘોખા રાઉન્ડ ડી કોર્નર'ની રિલીઝ ડેટ જાહેર : આર માધવનની ફિલ્મને લઈ લોકોમાં ભારે ઉત્સાહ

આર માધવનની ફિલ્મમાં ભૂષણ કુમારની પુત્રી ખુશાલી કુમારનું ડેબ્યૂ : 23મી સપ્ટેમ્બર 2022ના રોજ મોટા પડદે રીલીઝ થશે

મુંબઈ તા. 07 : બોલિવૂડ સ્ટાર આર માધવન છેલ્લા ઘમા સમયથી તેમની આગામી ફિલ્મ ‘રોકેટ્રીઃ ઘ નંબી ઈફેક્ટ’ને કારણે ચર્ચામાં છે. જે વચ્ચે તેમની બીજી  ફિલ્મ ‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જેને લઈ દર્શકોમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે.

આર માધવનની ફિલ્મ ‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’નું શૂટિંગ કોરોના સમયગાળા દરમિયાન શરૂ થયું હતું. આ ફિલ્મમાં આર માધવસ સહીત અભિનેતા અપાર શક્તિ ખુરાના, દર્શન કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની કંપની T-Series દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે નિર્માતા ભૂષણ કુમારની પુત્રી ખુશાલી કુમાર પણ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે.

‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’ માં દર્શકોને ટ્વિસ્ટ અને ટર્ન અને પાત્રોના ગ્રે શેડ્સથી ભરેલો સસ્પેન્સ ડ્રામા જોવા મળશે. આ ફિલ્મ એક શહેરી કપલ જીવન પર આધારિત છે. કુકી ગુલાટી દ્વારા નિર્દેશિત આર માધવનની ફિલ્મ ‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’ વિશે આ પહેલા માહિતી સામે આવી હતી કે તે 2022ની શરૂઆતમાં રિલીઝ થશે. જો કે ત્યારે આ મૂવી રીલીઝ થઈ શકી ન હતી, જે બાદ હાલમાં, તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ધોખા રાઉન્ડ ડી કોર્નર 23મી સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે .

(12:02 am IST)