Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બીજેપી નેતા તેજિંદર બગ્ગાએ ભગવંત માનને ફૂલ અને શુભેચ્છાઓ મોકલી : ટ્વિટ કરી રૂ. 568ના ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો

તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ભગવંત માનને કોમેડિયન સીએમ કહ્યા : આપ અને કોંગ્રેસનો વધુ એક રમૂજી બનાવ

Alternative text - include a link to the PDF!

ચંદીગઢ તા. 07 : આજે પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન બીજી વખત લગ્નનાં બંધનમાં બંધાયા છે. ત્યારે બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ મુખ્યમંત્રી ભગવંત માનને લગ્નની શુભકામના પાઠવી છે. અને સોશિયલ મીડિયા પર આ શુભકામના આપતા બગ્ગાએ ટ્વિટર પર રૂ. 568ના ફૂલોનાં ગુલદસ્તાનાં ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે તેમણે ભગવંત માનને ઓનલાઈન મોકલ્યો છે.

તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે ભગવંત માનના લગ્ન પર મેં તેમને ફૂલોનાં ગુલદસ્તો મોકલવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'ભગવંત માનજીને તેમના લગ્ન પર ફૂલ અને શુભેચ્છાઓ મોકલ્યા.' ત્યારે ઉલ્લેખનીય છે કે, ભાજપના તેજીન્દર બગ્ગા ટ્વિટર પર સક્રિય રહે છે. તેમણે ભગવંત માનને કોમેડિયન સીએમ કહ્યા છે.

CM ભગવંત માન ચંદીગઢમાં એક ખાનગી સમારંભમાં ડૉ. ગુરપિત કૌર સાથે લગ્ન કર્યા છે. ભગવંત માન-ગુરપ્રીત કૌરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા.

(11:03 pm IST)