Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સિનિયર ફ્રેન્ડ્સ ઓફ ન્યુ -જર્સીનો ત્રિધારા સમન્વય પ્રોગ્રામ : ફ્રેન્ડ્સ ફોર એવર "ગ્રુપના યજમાન પદે સિકાકસના ઉદ્યાનમાં વિશાળ સભ્યોની ઉપસ્થિતિમાં જન્મોત્સવ ,અહેવાલ ,અને મિલનનો ત્રિધારા સમન્વય કરાયો : ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ,સ્વાદિષ્ટ લંચ , મનભાવન ગરબા ,ભક્તિ સભર દોહા ,ઇનામો ,સહિતના કાર્યકરોમોથી સિનિયરો ખુશખુશાલ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સમયની વહેતી ધારા સાથે સિનિયર ફ્રેન્ડ્સ ઓફ ન્યુ જર્સી -જરસીસીટી ની પ્રવૃત્તિદ્વારા અનેક રૂપ ગતિમાન થઇ રહે છે. જાણે અમૃતના ઘૂંટથી સંજીવની છાંટી કોઈ રૂપાંતરિ સ્વર્ગ કન્યા પૃથ્વી પટે વિહરતી હોય ,રવિવાર તા.12મેં 2022 ના રોજ સિકાકસના ઉદ્યાનમાં નિસર્ગના સંગે ફ્રેન્ડ્સ ફોર એવર ગ્રુપ યજમાન પદે વિશાળ સભ્યોની ઉપસ્થિતિમાં આ મંદાકિની ત્રિધારા - જન્મોત્સવ ,અહેવાલ અને મિલન એ અવતરી સ્વર્ગાનંદમાં સહુને સ્પર્શી હતી.

યથાવિધિ શુંનું સ્વાગત ,ઉપહાર (ગિફ્ટ ) અલ્પાહાર ,હરિસ્મરણ અને પ્રેમવર્ષાના છાંટણા -ક્યાંક બોછાર સાથે અત્રે પધારેલ સીકાકસના માનનીય મેયરશ્રીનું સન્માન મુલાણી ફેમિલી સાથે ડો.મહેન્દ્ર શાહે પુસ્પોના ગુચ્છ અને સ્મર્ણિકા થી અભિવાદન કરવામાં આવ્યું હતું. વડીલશ્રી ભીખુભાઇ એ મેયરશ્રીનો સંક્ષેપ પરિચય આપતો તેમની સંસ્થા પ્રત્યેનો ભાવપ્રેમ અને સહાનુભૂતિનો ખ્યાલ આપેલ ,દરિયાદિલ ઉદાતમાનવ અને રદયાસનના આવા કાર્યશીલ ,સરળ સ્વભાવના નગરપતિએ પ્રત્યુત્તરમાં સંસ્થા પ્રત્યે માન ,લાગણી અને અહોભાવ વ્યક્ત કર્યો હતો.

ગોલ્ડન ઈયર ડે કેર સેન્ટર ' પેટર્સન ના મિસિસ હિનાનું પણ સ્વાગત કરી ભેટસોગાદ આપ્યાના ઉમળકા સાથે યથોચિત રીતે કરવામાં આવેલ.પ્રેમાળ હ્રદયે પ્ર્તુત્તર આપતા સંસ્થાનો આભાર માની કદર રૂપે સૌ સભ્યોને નાનકડી ભેટ -સોગાદ આપી હોંશભેર તેમની સંસ્થાની મુલાકાત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.

પ્રસ્તુત આયોજનનું આ સ્થળ નિયત કરનાર સહભાગી મૂલાણી -પરિવારના પુત્ર જયેશ અને પુત્રવધુ હેતના કુલાધિપતિ ડો.મહેન્દ્ર શાહે ટૂંકો પરિચય આપી મેયરશ્રીના હસ્તે પુષ્પગુચ્છ અને મોમેન્ટ અર્પણ કર્યા હતા.

friends for ever ના પ્રણેતા શ્રી શશીકાંત મહેતા -ચેતના કામદારનું સર્વ ગ્રુપ મેમ્બર સહિતને પણ નીતરતા હૈયે અભિનંદયા હતા .અને મેયરશ્રીના હસ્તે પુષ્પગુચ્છ અને મોમેન્ટો સહિત અન્ય ભેટ સોગાદો થી અભિનંદીત સન્માન કરી આભાર માન્યો હતો.પ્રત્યુત્તરમાં હ્રદય ભીંજવી નાખે તેવા સુમધુર શબ્દોમાં જાણે કે તેઓ દરેકને માદરેવતન થી દૂર રહીને પોતાના માવતર ને મળી સેવાનો મોકો આપ્યાનો હ્રદયમાં અહેસાસ કરતા સર્વની આંખો ભીંજાય ગઈ હતી .સદર ગ્રુપ દ્વારા ફરીથી આવતા વર્ષે આવીજ રીતે તેમની સ્પોન્સરશિપ ની ઓફર કરી સર્વેના દિલ જીતી લીધા હતા અને સ્વીકાર કર્યો હતો .

સંસ્થાના સદા હિતકારી બી.સી.બી. બેન્કના બ્રાન્ચ મેનેજર (જર્સી સીટી ) મા . જિજ્ઞાસા પટેલ અને આસિસ્ટન્ટ મા .પ્રિયન્કા ઝવેરી નો તો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે. હરદમ હર વખતે સંસ્થાના હિત માટે તત્પરતાપૂર્વક આર્થિક સહયોગ અવશ્ય હોય જ . તેઓશ્રીનું સન્માન માનનીય મેયરશ્રીના હસ્તે મોમેન્ટો આપી કર્યું હતું.વળી આનંદનું ઉચ્ચ શિખર સર કરવન અધિકારી હતા શ્રી ગોવિંદભાઇ શાહ સાથે મંત્રી શ્રી મયુરી પટેલે "વહાણ હાંકો વેપારી વણઝારા ""તમે એકવાર મારવાડ આવજોરે..."જેવા લહેકા સભર હ્રદયહૈયે ચઢેલા ગીતો મનભાવન ગરબા ,ભક્તિ સભર દોહાથી વાતાવરનમહેકાવ્યું હતું.નારી વૃંદ અને ભક્તિસભર નરહૈયાઓ તાલે ઝૂમી સોનામાં સુગંધનો અદભુત અનુભવ કરાવ્યો હતો.ફોર એવર ફ્રેન્ડ્સ ગ્રુપ પણ પાછું પડે તેમ ન હતું તેઓમાંથી પણ પોતાના અનોખા કંઠ લહેકાથી સૂરજની રોશની ભરતી કરાવી હતી.

 

આજ આનંદ ભયો રે છોડ ---' 'આજની ઘડી રળિયામણી 'ની ભાવવિભોર સહુના હૈયે હતો, સહુનો આનંદ સમાતો ન હતો .દરેકના મન ભાવન ચટપટા સ્નેહલ ,ચા,કોફી ચટપટું ભોજન સાથે મનગમતી ભેટ ,અને અંતે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ અને મુખવાસ માં લહેજતદાર પાન પણ .

સંસ્થાના માનદ ઓડિટરશ્રી મહેન્દ્ર પી.શાહ ની સાક્ષીમાં પ્રમુખશ્રી ડો.મહેન્દ્ર શાહે વાર્ષિક અહેવાલ રજૂ કરતા મોંઘવારીનો માર અને પ્રવૃતિઓની ભરમાર વચ્ચે હૈયે અનુભવાતી મૂંઝવણ ,મુશ્કેલીઓ અને મહામારીનો અહેસાસ-ખ્યાલ ભારે હૈયે આપ્યો હતો,અર્થના બે પૈડાના સમતુલન કરવાના પ્રયત્નો સિદ્ધ થવાના અનુભવની ગાથા કહેતા વેદના સિવાય કાંઈ રહેતું નથી.

સામાન્ય સભામાં સર્વે સભ્યોએ હાલની ચાલતી તમામ પ્રવૃત્તિ-કાર્યવાહી -પ્રયાસો વિગેરેની સરાહના કરી સાન્તોસ વ્યક્ત કરતા માં.ભીખુભાઇ પટેલ અને નાગજીભાઈ ખૂંટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે હાલના સંજોગોમાં વિકાસ અને પ્રવૃત્તિઓનો ધમડગામાત ચાલુ રાખવો એકલો જાણે રે યુક્તિના બદલે ઝાઝા હાથ રળિયામણા ની સાર્થકતા ત્યારેજ થાય જો સર્વે સભ્યો એકસંપથી તન-મન-ધનથી યથાશક્તિ પ્રવૃતિઓ ઉપાડી લે તો આના કરતા વધારે વિકાસ શીલ પ્રવૃતિઓ કરી શકાય .શ્રી ભીખુભાઈએ આગામી કોઈ એક કાર્યક્રમની ઉજવણી આજ ઉદ્યાનમાં કરવાની જવાબદારી સ્વીકારી હતી .જેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવેલ.

પરિસ્થિતિના ' ઊંટે ઢેકા કર્યા છે તો માણસે કર્યા કાઠા ' ના ન્યાયે સહુના સાથ સહકારથી દરિયો તરી જવાશે .એવા દ્રઢ મનોબળ સાથે આવતા આગામી ઉત્સવો ,કાર્યક્રમો જેવા કે પાંચ મંદિરોની મુલાકાત ,એટલાન્ટા સીટી ની ટુર ,15 મી ઓગસ્ટ ધ્વજવંદન -સમર પીકનીક ,નવરાત્રી -વાર્ષિક દિવસ-દિવાળી અને ત્રિમાસિક ઉજવણી-જન્મોત્સવ ખુબ ઉત્સાહ ,અભિનંદનથી ગૌરવપૂર્વક કેક કાપીને 'હેપી બર્થડે ' ના વણઝારથી સૌના મોં મીઠા કરી ઉજવાયો હતો .આવેલ મહેમાનો-સર્વ શ્રી ગોવિંદભાઇ શાહ ,મહીપત મુલાણી ,નરેન્દ્ર પટેલ,તેમની બે પૌત્રીઓ સહીત નું અમૂલ્ય મોમેન્ટ્સ ભેટોથી ઉચિત રીતે સન્માન કરવામાં આવ્યું હતું. નવા આગન્તુક સભ્ય કવિયત્રી પૂર્ણિમા ગાંધીનો ટૂંકો પરિચય શ્રી નિરંજન ગાંધીએ આપતા તેઓએ તેમની મૌલિક રચના કોકિલ કાંઠે રજૂ કરી હતી.

લક્કી ડ્રો દ્વારા વિજેતા 6 છ સભ્યોને નાના-મોટા ઇનામો અપાય હતા .રજીસ્ટ્રેશન-ઉપહાર-બસ-વ્યવસ્થા ની જવાબદારી સર્વ શ્રી કાંતિભાઈ,સુરેન્દ્રભાઇ,રવિભાઈ પરીખ,નાગજીભાઈ ખુંટ ,પરેશભાઈ પંડ્યા ,ચંદ્રેશ પટેલે ઉપાડી હતી .

' ફ્રેન્ડ્સ ફોર એવર ' તરફથી ખુબજ સ્વાદિષ્ટ અલ્પાહાર તથા લંચમાં પીરસેલ ફાફડા-ચટણી ,ચા-કોફી -બિસ્કિટ-દાલ -બાટી ,ગુલાબઃઝામ્બુ સાથે કેટરર્સ રસ્મિ પટેલ નો સ્વાદિષ્ટ પુલાવ આસ્વાદી સહુએ વિદાય લીધી તેવું પ્રેસિડન્ટ ડો.શ્રી મહેન્દ્ર શાહના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(2:37 pm IST)