Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બલુચિસ્તાનમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : 25 લોકોના મોત : 200થી વધુ મકાનને નુકસાન

વરસાદને કારણે લગભગ 2 હજાર જાનવરો માર્યા ગયા: ભારે વરસાદને કારણે નદીઓમાં અચાનક પૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. બલુચિસ્તાનમાં અનેક જિલ્લાઓમાં સોમવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હતી

બલુચિસ્તાનમાં 200થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે અને વરસાદને કારણે લગભગ 2 હજાર જાનવરો માર્યા ગયા છે. બલુચિસ્તાનમાં ભારે વરસાદને કારણે નદીઓમાં અચાનક પૂર આવી ગયા હતા અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

PDMAના ડાયરેક્ટરે જણાવ્યું કે, બલૂચિસ્તાન પ્રાંતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદમાં અનેક લોકો ઘાયલ થયાના બનાવો પણ બન્યા છે. PDMA અનુસાર એવી આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે બલૂચિસ્તાન પ્રાંતના દૂરના વિસ્તારોમાં અચાનક પૂરના કારણે ઘણા લોકો હજુ પણ ગુમ છે. નાસરે કહ્યું કે ક્વેટા જિલ્લામાં 300થી વધુ કાચા મકાનોને નુકસાન થયું છે.

(12:45 am IST)