Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અમરાવતીમ ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના સંદર્ભમાં NIA દ્વારા મહારાષ્ટ્રમાં13 સ્થળોએ સર્ચ

ડિજિટલ ઉપકરણો, નફરત ફેલાવતા પેમ્ફલેટ્સ અને છરીઓ સહિત અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત

અમરાવતીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની  હત્યાના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં 13 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન ડિજિટલ ઉપકરણો, નફરત ફેલાવતા પેમ્ફલેટ્સ અને છરીઓ સહિત અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ઉમેશ કોલ્હે હત્યા કેસના તમામ સાત આરોપીઓની NIA દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓને સોમવારે અમરાવતીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓને 8મી જુલાઈ પહેલા મુંબઈની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ સાત આરોપીઓની પૂછપરછમાં પીએફઆઈ કનેક્શન સામે આવ્યું છે.

સાત આરોપીઓ મુદસ્સર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22), આતિબ રશીદ (22) અને ડો. યુસુફ ખાન બહાદુર ખાન (44)ને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. NIA અને કથિત મુખ્ય કાવતરાખોર શેખ ઈરફાન શેખ રહીમ છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપી શમીમ અહેમદને પણ શોધી રહી છે. હકીકતમાં 21 જૂનના રોજ ત્રણ લોકોએ કથિત રીતે ઉમેશ કોલ્હે પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન ઉમેશનું મોત થયું હતું. તેણે સોશિયલ મીડિયા પર નુપુર શર્માનું સમર્થન કર્યું હતું, જેણે ટીવી પર ચર્ચા દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી

(9:27 pm IST)