Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમિતભાઈ શાહને નવા રચાયેલા સહકારીતા મંત્રાલયની જવાબદારી :મનસુખભાઈ માંડવિયાને સોંપાયું સ્વાસ્થ્ય મંત્રાલય: મહેન્દ્ર મુંજપરાને મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી બનાવાયા

સ્મૃત ઈરાનીને મહિલા, બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયનો પ્રભાર: જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોપાયું : ધર્મેન્દ્ર પ્રધાન હવે દેશના નવા શિક્ષામંત્રી હશે

 

નવી દિલ્હી : પીએમ મોદીએ કેબિનેટ વિસ્તરણમાં 43 મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. જેમાંથી 15 કેબિનેટ મંત્રી અને 28 રાજ્યમંત્રી હતી. શપથ ગ્રહણ બાદ પીએમ મોદી દ્વારા મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમિતભાઈ  શાહને મિનિસ્ટ્રી ઓફ કો ઓપરેશન બનાવાયા છે. જ્યારે મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ કેમિકલ અને ફર્ટિલાઈઝરનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. હર્ષવર્ધન પાસેથી રાજીનામું લઈને માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

સ્મૃત ઈરાનીને મહિલા, બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયનો પ્રભાર જ્યારે મહેન્દ્ર મુંજપરા મહિલા અને બાળ વિકાસ કલ્યાણ રાજ્યમંત્રીનો પ્રભાર સોંપાયો છે. પીએમ મોદી સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંભાળશે. પરસોત્તમ રૂપાલાને ડેરી અને મત્સ્ય વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રી બનાવાયા બનાવાયા છે. આ ઉપરાંત તેઓ આઈટી મંત્રીની જવાબદારી પણ સંભાળશે. આ અગાઉ પિયુષ ગોયલ રેલ મંત્રી હતા. જ્યારે પિયૂષ ગોયલ હવે કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઉ કાપડ મંત્રાલયની જવાબદારી સ્મૃતિ ઈરાની પાસે હતી.

આ ઉપરાંત કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયની પણ ચાર્જ પણ તેમની પાસે રહેશે. આ ઉપરાંત અગાઉ પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન હવે દેશના નવા શિક્ષામંત્રી હશે. અને સ્કિલ ડેવલોપમેન્ટનો પ્રભાર પણ તેઓ સંભાળશે.

શહેરી વિકાસ અને પેટ્રોલિયમ મંત્રાલય હરદીપસિંહ પુરીને સોંપવામાં આવ્યો છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મિનાક્ષી લેખીને વિદેશ વિભાગમાં રાજ્યમંત્રી અને કલ્ચરલ મિનિસ્ટ્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

અનુરાગ ઠાકુર કિરણ રિજિજુના બદલે ખેલમંત્રી, યુથ અફેર્સ તેમજ આઈટી મંત્રાલયના મિનિસ્ટર હશે. ગીરિરાજ સિંહે ગ્રામિણ વિકાસ મંત્રાલયની સોંપવામાં આવી છે. પશુપતિ પારસને ફૂડ પ્રોસેસિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. ભુપેન્દ્ર યાદવને લેબર મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
(10:24 pm IST)