Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સેન્સેક્સ પ્રથમવાર ૫૩ હજાર પોઈન્ટની ઉપર બંધ

ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ,એચડીએફસીમાં તેજી : મેટલ સ્ટોક્સના નેતૃત્વમાં બજારમાં તેજીએ ગતિ પકડી, કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની અસર બજાર પર જોવા મળી

મુંબઈ, તા. ૭ : સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ખૂબજ ઊતાર-ચઢાવ ભર્યા સત્ર બાદ ક્લોઝિંગ સમયના ઉચ્ચ સ્તર પર બંધ થયા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદનશિલ સૂચકાંક સેન્સેક્સ ૧૯૩.૫૮ પીન્ટ એટલે કે ૦.૩૭ ટકાની વૃધ્ધિ સાથે ૫૩,૦૫૪.૭૬ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, હિંદાલ્કો તેમજ યુપીએલના શેરમાં સૌથી વધુ ઊછાળો જોવા મળ્યો. બીજી તરફ ટાઈટન કંપની, ઓએનજીસી, મારુતિ સુઝુકી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને શ્રી સિમેન્ટના શેર ગિરાવટ સાથે બંધ થયા.

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો રિયલિટી અને મેટલ ઈન્ડેક્સ બે-બે ટકાના ઉછાળ સાથે બંધ થયા. તો બીજી બાજુ ઓટો, ઓઈલ અને ગેસ સ્ટોકમાં વેચવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ૪.૯૧ ટકાની વૃધ્ધિ નોંધાઈ હતા. બજાજ ફિનસર્વ, એચડીએફસી, નેસ્લે ઈન્ડિય., એશિયન પેઈન્ટસ, ઈન્ડસઈન્ડ બેંક અને પાવર ગ્રિડના શેર એક ટકાની તેજી સાથે બંધ થયા. આ ઉપરાંત ભારતી એરટેલ, એસબીઆઈ, સન ફાર્મા, આઈટીસી, એક્સિસ બેંક, એલએન્ડટી, એચસીએલ ટેક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, એચડીએફસી બેંક, ડો. રેડ્ડીસ, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ તેમજ ઈન્ફોસિસના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા.

બીજી બાજુ ટાઈટનના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત મારુતિ, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

એલકેપી સિક્યુરિટીસના પ્રમુખ (સંશોધન) એસ. રંગનાથને જણાવ્યું કે મેટલ સ્ટોક્સના નેતૃત્વમાં આજે બપોરે શેર બજાર ફરી એક વખત લીલા નિશાન પર આવી ગયું. કેબિનેટમાં ફેરબદલથી પણ બજાર ભાગ લેનારાઓમાં એક પ્રકારની ઉત્સુકતા પેદા થઈ કેમકે અમે કેટલિક નાની પ્રાઈવેટ બેંકોમાં ખૂબજડ વધુ ગતિવિધિઓ જોઈ હતી. અન્ય એશિયન બજારોની વાત કરીએ તો હોંગકોંગ, સિઓલ અને ટોક્યોમાં શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયા. શાંઘાઈમાં બજાર લીલા નિસાન સાથે બંધ થયું. યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં મિશ્ર વલણ જોવા મળ્યું.

(8:55 pm IST)