Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતના નવા ત્રણ ચહેરા

નવા મંત્રીમંડળમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધ્યું : સુરતના સાંસદ દર્શના જરદૌશ, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરાને સ્થાન

નવી દિલ્હી, તા. ૭ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પહેલાથી કેન્દ્રમાં છે, જેમને હાલ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતના સાંસદ દર્શના જરદૌશ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે નેતાઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી હાલ કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી નીભાવી રહેલા પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતથી પણ ત્રણ નવા ચેહરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહ સાથે મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા પહેલેથી જ કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતનું નૈઋત્વ કરી રહ્યા છે. ત્યારે વધુ ત્રણ ચહેરાને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે. ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં નવા ચહેરા તરીકે સુરતના સાંસદ દર્શના જરદૌશનું નામ સામે આવ્યું હતું. ત્યારે દર્શના જરદૌશને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરાને પણ આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

(8:08 pm IST)