Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મારી કારકિર્દીમાં કોર્ટ ફી પાછી માંગતી આવી વ્યર્થ પિટિશન મેં ક્યારેય જોઈ નથી : 5 G કેસમાં વસુલ કરાયેલી કોર્ટ ફી રૂપિયા 20 લાખ પાછા આપવા અભિનેત્રી જુહી ચાવલાની પિટિશન મામલે દિલ્હી હાઇકોર્ટ જજની ટકોર

ન્યુદિલ્હી : બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ 5 G પ્રસારણ જ્યાંસુધી અધિકૃત અને સલામત ન જણાય ત્યાં સુધી તેના ઉપર રોક લગાવવાની દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ હોવાનું જણાવી પિટિશન ફગાવી દીધી હતી તથા કોર્ટનો સમય બરબાદ કરવા માટે 20 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

આ કોર્ટ ફી પાછી આપવા માટે જુહી ચાવલાએ પિટિશન કરી હતી.જેના અનુસંધાને જસ્ટિસ  જે.આર.મીઢાએ જણાવ્યું હતું કે મારી કારકિર્દીમાં કોર્ટ ફી પાછી માંગતી આવી વ્યર્થ પિટિશન મેં ક્યારેય જોઈ નથી . તેવી ટકોર કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)