Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આ વખતે રાષ્‍ટ્ર મંચ પણ યુપીના રાજકારણમાં ઝંપલાવે તેવી શક્‍યતાઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશેઃ મમતા બેનરજી અને શરદ પવારના આગમનના એંધાણ

લખનઉં: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દેશના સૌથી મોટા રાજ્યમાં કેટલાક પક્ષ પોતાની જમીન તૈયાર કરી રહ્યા છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પહેલા જ 100 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. કેટલાક નાના પક્ષ સપા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો વિચાર કરી રહ્યા છે. બીજી તરફ આ વખતે રાષ્ટ્ર મંચપ ણ યુપીના રાજકીય જંગમાં કુદી શકે છે. જો આવુ થયુ તો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ યુપીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે.

મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટી પણ યુપીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુકી છે, તમામની નજર રાષ્ટ્ર મંચ પર ટકેલી છે જે ખુદને ત્રીજો વિકલ્પ બતાવી રહ્યો છે. જો મમતા બેનરજી અને શરદ પવાર યુપી આવ્યા તો સાથે પ્રશાંત કિશોરની પણ એન્ટ્રી થઇ શકે છે. પીકે અને મમતા બેનરજીની એન્ટ્રી સત્તા પર રહેલા પક્ષની ચિંતા વધારી શકે છે. કારણ એવુ પણ છે કે ગત દિવસોમાં પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપના પક્ષમાં નથી રહી. બીજી તરફ પ્રશાંત કિશોરે મોટી ભૂમિકા નીભાવી હતી. શરદ પવાર સાથે પણ પ્રશાંત કિશોરે કેટલીક બેઠક કરી હતી.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા મમતા બેનરજીની ટીએમસી યુપીમાં એક બેઠક પણ જીતી ચુકી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની છબીને નુકસાન થયુ છે, જેનો ફાયદો બીજા પક્ષ ઉઠાવી શકે છે.યુપીમાં રાષ્ટ્રમંચથી ભાજપના નેતાઓ પણ અજાણ નથી. ભાજપના નેતાઓએ તેને લઇને તૈયારી પણ શરૂ કરી દીધી છે. બંગાળના સવાલ પર ભાજપનો તર્ક છે કે ચૂંટણી હાર્યા જરૂર છીએ પરંતુ અહી મોટી લીડ મળી ગઇ છે.

ખેડૂત આંદોલન પણ મોટો પડકાર

પશ્ચિમી યુપીમાં ખેડૂત આંદોલનને કારણે ભાજપને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કેટલાક દિવસ પહેલા જ ટીએમસીના યશવંત સિન્હાએ રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી હતી. રાકેશ ટિકૈત પહેલા જ કહેતા આવ્યા છે કે તે ચૂંટણી દરમિયાન પણ જનસભાઓ કરશે અને લોકોને ભાજપને મત ના આપવાની અપીલ કરશે. જોકે, તેમણે એમ નથી જણાવ્યુ કે તે કોને વોટ આપવાની અપીલ કરશે.

(5:17 pm IST)