Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મારી શિષ્યાને માતા-પિતા પાસેથી છોડાવો : આધ્યાત્મીક ગુરૂ

૪ર વર્ષના એક ગુરૂની અરજી નકારાયઃ ર૧ વર્ષની યુવતીની માનસીક સ્થીતિ ઠીક ન હોવાનું સુપ્રીમે જણાવ્યું : બ્રિટનીનો મામલો સામે છે, અમે નહીં કરીએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બંદી પ્રત્યક્ષી કરણની અરજીમાં અમેરિકાની પ્રખ્યાત પોપ સીંગર બ્રીટની સ્પીયર્સના કેસનો હવાલો આપી અરજી ખારીજ કરવા આદેશ આપેલ.

પોતાને આધ્યાત્મિક ગુરૂ બતાવનાર ૪ર વર્ષીય વ્યકિતએ ર૧ વર્ષની યુવતિને પોતાની શિષ્યા ગણાવતા કહેલ કે યુવતિની માતા-પિતાએ ગેરકાયદેસર રીતે તેની ઇચ્છા વિરૂધ્ધ બંદી બનાવેલ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી સીન્નાની અધ્યક્ષતાવાળી પીઠે જણાવેલ કે બ્રિટનીનો મામલો આપણી સામે છે. આપણે માનસીક રૂપે અસ્વસ્થ યુવતિને કથીત ગુરૂને ન સોંપી શકીએ. પીઠમાં ન્યાયધીશ રૂષીકેશ રોય અને એએસ બોપન્ના પણ સામેલ હતાં.

આધ્યાત્મીક ગુરૂએ અગાઉ કેરળ હાઇકોર્ટમાં દાવો કરેલ કે યુવતિ તેની સાથે આધ્યાત્મીક જીવન વિતાવવા માંગે છે. હાઇકોર્ટે પોલીસ તપાસના આધારે અરજી કરનાર ગુરૂ અંગે શંકાસ્પદ તથ્ય મળતા અરજી ખારીજ કરેલ.

કોર્ટ રૂમમાં વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવેલ કે હાઇકોર્ટે પિતૃવાદી દ્રષ્ટીકોણ અપનાવ્યો છે. એક વ્યસ્ક યુવતીના અધિકારોનું હનન થઇ રહ્યું છે. આ ઉપર મુખ્ય ન્યાયાધીશ રમન્નાએ જણાવેલ કે યુવતિની માનસીક સ્થિતિ ઠીક નથી. કથીત ગુરૂ ઉપર પોકસોમાં પણ કેસ છે. અમે યુવતિને સોંપી ન શકીએ.

શંકર નારાયણને દલીલ કરેલ કે, આ મામલો યુવતિને માતા-પિતા દ્વારા ગેરકાયદેસર રીતે બંદી બનાવાનો છે. ત્યારે સીજેઆઇ રમન્નાએ જણાવેલ કે, ગત દિવસોમાં બ્રિટની સ્પીયર્સનો આવો જ કેસ સામે છે. અમેરિકામાં પરવાનગી વિના ઇલાજની અનુમતી નથી. બ્રિટની માનસીક રૂપે સ્વસ્થ નથી.

ઉપરાંત સીજેઆઇએ પણ જણાવેલ કે ભારતમાં કયાં માતા-પિતા પોતાની ર૧ વર્ષીય પુત્રીને માનસીક અસ્વસ્થ કરાર દેશે? પણ આ અભિભાવકો ચોખ્ખુ કહી રહ્યા છે. હકિકતે યુવતી ઇલાજ માટે ગુરૂ પાસે ગયેલ જયાં ગુરૂએ નજીકતા વધારેલ.

બ્રીટની માનસીક અસ્વસ્થતતાના લીધે ર૦૦૮ થી પિતા જેની સ્પીયર્સના સંરક્ષણમાં છે. હાલમાં જ બ્રીટની દ્વારા કરાયેલ સંરક્ષણ મુકતીની અરજી કોર્ટ દ્વારા નકારવામાં આવેલ. કેલીફોર્નીયાના કાયદા મુજબ માનસીક અસ્વસ્થ વ્યકિતને સંરક્ષણમાં આપવામાં આવે છે. બ્રિટનીના ર૦૦૭ માં કેવીન સાથે છૂટછેડા બાદ થી તેને માનસીક રૂપે અસ્વસ્થ કરાર દેવાયેલ.

(4:25 pm IST)