Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સૌથી ઝડપી ખાઉધરો...!

૧૦ મિનિટમાં ૭૬ હોટડોગ ખાનાર જોય ચેસ્ટનટે તોડયો વર્લ્ડ રેકોર્ડ

ન્યુયોર્ક, તા.૭: જો તમને પૂછવામાં આવે કે તમે ૧૦ મિનિટમાં કેટલા હોટડોગ્સ (ફાસ્ટ ફૂડ ડીશ) ખાઈ શકો છો, તો તમારી ગણતરી ૫ અથવા ૧૦ થઈ શકે છે. પરંતુ, એક એવી વ્યકિત પણ છે જે ૫-૧૦ નહીં પણ થોડીવારમાં ૭૬ હોટડોગ્સ ખાય છે. આંતરરાષ્ટ્રીય હોટડોગ આહાર સ્પર્ધામાં આ અદ્બુત પરાક્રમ કરનાર જોય ચેસ્ટનટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે, તે સૌથી ઝડપી અને સૌથી વધુ હોટડોગ ખાનાર પણ બન્યો છે.

અમેરિકાના બ્રુકલિન શહેરની નજીક આવેલા કુની આઇલેન્ડ, વિશ્વભરમાં તેના સ્વાદિષ્ટ હોટડોગ્સ માટે પ્રખ્યાત છે. હોટડોગ બ્રાન્ડ, નાથન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય હોટડોગ આહાર સ્પર્ધાનું આયોજન કરે છે, જેમાં સૌથી વધુ હોટડોગ્સ (બ્રેડ સાથે) ૧૦ મિનિટમાં ખાય છે. ૪ જુલાઇએ, વાર્ષિક હરીફાઈ હતી અને જોય ચેસ્ટનટને વિજેતા જાહેર કરાયો હતો.

કેલિફોર્નિયાના સંજોઝમાં રહેતા જોય ચેસનટ્ટ, નાથનની હોટડોગ ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. સીએનએનના અહેવાલ મુજબ, જોયે ૧૦ મિનિટમાં સૌથી વધુ ૭૬ હોટડોગ્સ અને બન ખાઈને પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો. જોયે છેલ્લી વખત ૭૪ હોટડોગ્સ ખાધા હતા. આ પહેલા આ પ્રકારનું સિદ્ઘિ કોઈ કરી શકયું નથી.

૩૭ વર્ષીય જોય ચેસ્ટનટ વિશ્વના સૌથી મોટા ખાનારાઓમાંના એક છે. તે ૧૪ મી વખત સૌથી મોટો હોટડોગ ઈટર ચેમ્પિયન બન્યો છે. મેજર લીગ ઇટીંગ વેબસાઇટ અનુસાર, જ, અગાઉ ચિકન વિંગ્સ, પોર્ક સેન્ડવિચ, મીટ પાઈઝ, ડોનટ્સ, ઇંડા વગેરે વિવિધ ખાવાની સ્પર્ધાઓમાં ૪૬ વખત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

જોય  ૨૦૦૭ માં પ્રથમ વખત નાથન હોટડોગ આંતરરાષ્ટ્રીય હરીફાઈનો ચેમ્પિયન બન્યો હતો. ૪ જુલાઈ, ૨૦૨૧ ના   રોજ યોજાયેલી હરિફાઈમાં, જોફ્રી એસ્પર બીજા ક્રમે હતા જોય  પછી. જોફરીએ ૧૦ મિનિટમાં ૫૦ હોટ ડોગ્સ ખાધા. મહિલા કેટેગરીમાં, એરિઝોનાની ૩૭ વર્ષીય મિશેલ લેસ્કોએ ૩૦ હોટ ડોગ્સ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું. રનર-અપ સારાહ રોડ્રિગિઝે ૨૪ હોટ ડોગ્સ ખાધા હતા.

(4:23 pm IST)