Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ચિતા ઉપર તંત્ર-મંત્ર કરતા તાંત્રીક સહિત ૩ પકડાયા

ભિવાનીમાં કોરોનાથી મૃત્યુ પામેલ વ્યકિતની

ભિવાની તા. ૭: સિરસા ધોધડા ગામમાં કોરોનાથી જીવ ગુમાવનારની ચિતાઓ ઉપર અડધી રાત્રે તંત્ર-મંત્રના મામલાને લઇને બબાલ મચી છે. ગામના રિછપાલનું બ્લેક ફંગસથી મોત થયા બાદગામ લોકોએ અડધી રાતે તેની ચિતા ઉપર તંત્ર મંત્ર કરતા એક તાંત્રીક અને તેને બોલાવનાર નરેશને પકડી ખુબ પીટાઇ કરેલ. બીજા દિવસે પંચાયતમાં સરપંચની હાજરીમાં નરેશની પુછપરછ કરતા ગામના જ અન્ય વ્યકિત અજીતનું નામ સામે આવેલ. તાંત્રીકને બોલાવા છતા ન આવતા નરેશ અને અજીતને ચાર દિવસમાં પંચાયતમાં તાંત્રીકને હાજર કરવા ફરમાન અપાયેલ અને જો તાંત્રીક હાજર નહીં રહે તો પોલીસ ફરીયાદ કરવાનુ઼ જણાવેલ.

(3:54 pm IST)