Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ડાયરેકટ સેલિંગ કંપનીઓ પર સખ્તાઈ : મોડલ બદલવું પડશે

કેન્દ્ર સરકારના નિયમોને નહિ માનવા પર થશે કાર્યવાહી

 નવી દિલ્હી :  તા ૭, ઈ કોમર્સ કંપનીઓ પછી હવે સરકાર ડાયરેકટ સેલિંગ કંપનીઓ માટે અમુક નિયમો બનાવી રહી છે. આ નિયમો લાગુ થયા બાદ આવી કંપનીઓએ તેમનું બિઝનેસ મોડલ બદલવું પડશે.

  ગ્રાહકોને સીધો સામાન વેંચનાર કંપનીઓએ ગ્રાહકોના બહુસ્તરીય નેટવર્ક એટલે કે પિરામિડ બનાવવા તથા અસામન્ય લાભની  અનુમતિ નહીં મળે.  કંપનીઓ પર નિયંત્રણ અને ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે નિયમો જાહેર કર્યા છે. કેન્દ્રીય ઉપભોકતા મામલાના મંત્રાલયના ગ્રાહક સરંક્ષણ નિયમ ૨૦૨૧ તૉયર કર્યા છે. એ ૨૧ જુલાઈ સુધીમાં લોકોને સુજાવ આપવા જણાવ્યું છે.

 ગ્રાહકોની બહુસ્તરીય નેટવર્કના આશય યોજનાથી એક અથવા એક કરતા વધારે ગ્રાહકોને જોડવાને લગતી છે. નવા નિયમમાં આવા પિરામિડ બનાવવાની મંજૂરી નહીં મળે. દેશમાં એક જ જગ્યાએ કાર્યાલય રાખવું પડશે. આ પહેલા મંત્રાલયે વર્ષ ૨૦૧૬માં  આવી કંપનીઓ માટે દિશા  નિર્દેશ જાહેર કર્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.  આ નિયમો અનુસાર ગ્રાહકોને  સીધો સામાન વેંચનારી કંપનીઓએ બહુસ્તરીય નેટવર્ક યોજના તથા એક પાસેથી પૈસા લઇ બીજાને આપવાની યોજના  પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

 આ કંપનીઓની રજીસ્ટર્ડ સંખ્યા મેળવવા માટે દેશના સબંધિત કાયદા અંતર્ગત તેમજ ઉદ્યોગ અને આંતરિક વિભાગની પાસે રજીસ્ટર્ડ કરાવવું પડશે. કંપનીઓને અનુપાલન અધિકારી, પ્રશ્નો નિરાકરણ અધિકારી તથા તપાસ એજન્સીઓની સાથે સમન્વય માટે એક નોડેલ અધિકારીની નિમણુંક કરવી પડશે.

(3:23 pm IST)