Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોનાની માઠી અસર

પોણા ભાગની કંપનીઓ એસેટસનું વેચાણ કરવાનો વિચાર કરી રહી છે

ડિસઇન્વેસ્ટમેન્ટની મદદથી કંપનીઓ કટોકટીનો સામનો કરી શકશે

મુંબઇ, તા.૭: કોરોનાની માઠી અસરને લીધે દેશમાં પોણા ભાગની કંપનીઓને પોતાની અમુક એસેટ્સનું વેચાણ કરવાનો વખત આવ્યો હોવાનું એક વાર્ષિક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે.

અર્ન્સ્ટ એન્ડ યંગે કરેલા ૩૦ કંપનીઓના સર્વેક્ષણનું તારણ છે કે કંપનીઓ પ્રવાહિતાની તકલીફનો સામનો કરવા માટે પોતાની મુખ્ય ન હોય એવી અઙ્ખસેટ્સનું વેચાણ કરવાનું વિચારી રહી છે. આ વેચાણ આગામી બે વર્ષની અંદર કરવાનો વિચાર હોવાનું ૭૩ ટકા કંપનીઓએ કહ્યું હતું.

આ કન્સલ્ટન્સી કંપનીના પાર્ટનર નવીન તિવારીએ કહ્યા મુજબ ડિસઇન્વેસ્ટમેન્ટની મદદથી કંપનીઓ કટોકટીનો સામનો કરી શકશે. કંપનીઓના સંચાલકોની સામે પ્રશ્ન એ હતો કે એસેટનું ડિસઇન્વેસ્ટમેન્ટ કયા સમયે કરવું.

(3:20 pm IST)