Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

૪૩ પ્રધાનો શપથ લેશેઃ ૨૪ નામ ફાઇનલ : ૭ના રાજીનામા

મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે નિશંક-ગૌડા-ગંગવાર-દેબોશ્રી-હર્ષવર્ધન સહિતનાઓના રાજીનામાઃ જેડી (યુ) સહિતના સાથી પક્ષોને મળશે સ્થાનઃ ચૂંટણીને ધ્યાને રાખી ફેરબદલ : સોનોવાલ મનોજ તિવારી, અજય ભટ્ટ, સિંધિયા, અનુપ્રિયા પટેલ, નારાયણ રાણે, મીનાક્ષી લેખી સહિતના શપથ લેશેઃ યુવા-ટેલન્ટેડ ટીમ હશેઃ ૧૨ અનુ.જાતિ, ૮ આદિવાસી અને ૨૭ પછાત વર્ગના હશે

નવી દિલ્હી, તા.૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે સાંજે શપથગ્રહણની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને સંભવિત મંત્રીઓના નામ પર પણ મ્હોર લાગી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે કેબિનેટનું વિસ્તાર કરશે તો અનેક નવા ચહેરા સરપ્રાઇઝ કરનારા હશે. મોદી મંત્રીમંડળના વિસ્તરણમાં ૭ મંત્રીએ આપ્યા રાજીનામા અને ૪૩ નેતાઓ મંત્રીમંડળમાં સામેલ થશે અને ૨૪ના ફાઇનલ કરવામાં આવ્યા છે.

આગામી વિધાનસભા ચુંટણીથી જ મોદી કેબિનેટના વિસ્તારનો માર્ગ ખુલ્યો છે. ચુંટણી રાજયો અને જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઇ મોદી અલગ-અલગ રાજયોથી નવા ચહેરાને કેબિનેટનો ભાગ બનાવશે. 

મોદી મંત્રીમંડળમાં સામેલ થનારા

સંભવિત નેતાઓના નામ જયોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, ૧. જયોતિરાદિત્ય સિંધિયા, મધ્ય પ્રદેશ (ભાજપ), ૨. સર્બાનંદ સોનોવાલ, અસમ (ભાજપ),૩. પશુપતિ નાથ પારસ, બિહાર (એલજેપી), ૪. નારાયણ રાણે (ભાજપ), ૫. ભૂપેન્દ્ર યાદવ , ૬. અનુપ્રિયા પટેલ (અપના દળ),૭. કપિલ પાટીલ, ૮. મીનાક્ષી લેખી (ભાજપ), ૯. રાહુલ કસાવા, ૧૦ અશ્વિની વૈષ્ણવ, ૧૧. શાંતનુ ઠાકુર,૧૨. વિનોદ સોનકર,૧૩. પંકજ ચૌધરી,૧૪. આર સીપી સિંહ (જેડીયુ), ૧૫. દિલેશ્વર કામત (જેડીયુ), ૧૬. ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયુ), ૧૭. રામનાથ ઠાકુર (જેડીયુ), ૧૮. રાજકુમાર રંજન, ૧૯. બી એલ વર્મા, ૨૦. અજય મિશ્રા, ૨૧. હિના ગાવિત, ૨૨. શોભા કરંદલાજ,ે ૨૩. અજય ભટ્ટ, ૨૪. પ્રીતમ મુંડે,

આજના મંત્રીમંડળના વિસ્તરણમાં અનુરાગ ઠાકુર, પુરુષોત્ત્।મ રૂપાલા અને જી કિશન રેડ્ડીને પ્રમોટ કરવામાં આવી શકે છે. આ મંત્રીઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. જે હાલ કેન્દ્રીય રાજયમંત્રી છે.

કેબિનેટ વિસ્તરણને લઈને આજે સાંજે ૬ વાગે થનારા શપથગ્રહણ સમારોહ પહેલા પ્રધાનમંત્રી મોદી મંત્રીમંડળમાં સામેલ થનારા નેતાઓને મળી રહ્યા છે. અનેક નેતાઓ પ્રધાનમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે.

હર્ષવર્ધન, નિશેક, ગંગવાર અને દેબોશ્રીએ આપ્યા રાજીનામા

નરેન્દ્રભાઇ મોદી કેબિનેટમાં મોટા ફેરફાર જોવા મળી રહયા છે આ બધાની વચ્ચે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિપાલ નિશંકને કેબિનેટથી હટાવી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત મહિલા બાળ વિકાસ રાજયમંત્રી દેબોશ્રી ચૌધરીએ રાજીનામુ આપ્યુ. આ ઉપરાંત શ્રમમંત્રી સંતોષ ગંગવારે પણ રાજીનામું આપ્યુ છે અને સદાનંદ ગૌડાનું પતું પણ કપાશે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધનએ પણ રાજીનામુ આપ્યુ છે.

(3:14 pm IST)