Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ધ વાયર ,ધ કવીન્ટ ,તથા એલ્ટ ન્યુઝને હાલની તકે વચગાળાની રાહત આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર : અરજદારોએ આઇ ટી રૂલ્સ 2021 ને પડકાર આપતી પિટિશન દાખલ કરેલી છે : નામદાર કોર્ટે વચગાળાની રાહત અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે ન્યુઝ પોર્ટલ ધ વાયર ,ધ કવીન્ટ ,તથા એલ્ટ ન્યુઝને હાલની તકે વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો
છે.અરજદારોએ આઇ ટી રૂલ્સ 2021 ને પડકાર આપતી પિટિશન દાખલ કરેલી  છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે કેન્દ્ર  સરકારનો જવાબ  માંગ્યો છે.

અરજદારો વતી  રજૂઆત કરતાં સીનીઅર એડવોકેટ નિત્ય રામકૃષ્ણને કોર્ટને વિનંતી કરી છે કે, હાલના સમયગાળા દરમિયાન નિયમો હેઠળ કડક કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપવામાં આવે. જોકે, કોર્ટે  ઇનકાર કરી દીધો હતો અને 20 ઓગસ્ટ માટે આ મામલો સૂચિબદ્ધ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચે કેન્દ્ર સરકારને નિયમોના સંદર્ભમાં વચગાળાની રાહત માટે દાખલ કરેલી અરજીઓના જવાબ માટે સમય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 19 માર્ચે કોર્ટે ધ ક્વિન્ટ દ્વારા દાખલ કરાયેલ આઇટી નિયમો, 2021 પર સ્ટે માટેની અરજીને ધ્યાને લઇ કેન્દ્ર  સરકારને નોટિસ પાઠવી હતી. જેના અનુસંધાને   કેન્દ્રએ વધુ સમય માંગ્યો હતો અને જવાબ ફાઇલ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જો કે, હજુ સુધી કેન્દ્ર સરકાર  દ્વારા આ બાબતે જવાબ પાઠવાયો  નથી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:23 pm IST)