Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમેરિકન આર્મીએ કોઈને જાણ કર્યા વિના જ શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાન છોડ્યું: અફઘાની સુરક્ષા બળોને તેની જાણ કલાકો પછી થઈ

નવી દિલ્હીઃ અમેરિકાની સેનાએ બગરામ એરબેસ રાતના અંધારામાં અફઘાનિસ્તાનને જણાવ્યા વગર છોડી દીધો છે. બગરામ એરબેસના નવા કમાન્ડરે આ જાણકારી આપી છે. જનરલ અસદુલ્લા કોહિસ્તાનીએ જણાવ્યું હતું કે અમેરિકાએ શુક્રવારે સવારે ૩ કલાકે બગરામ એરબેસ છોડી દીધો છે. અફઘાનિસ્તાનના સુરક્ષા બળોને તેની જાણકારી કેટલાક કલાકો પછી મળી હતી.

 બગરામમાં એક જેલ પણ છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પાંચ હજાર તાલિબાની કેદ છે. અમેરિકી સૈનિકોની વાપસી સાથે તાલિબાન અફઘાનિસ્તાનમાં ઘણા ઝડપથી એક-એક કરીને જિલ્લાઓને પોતાના નિયંત્રણમાં લઇ રહ્યા છે. જનરલ કોહિસ્તાનીએ સોમવારે કહ્યું કે અફઘાન સુરક્ષા બળોને બગરામ પર તાલિબાન હોવાની આશા હતી. બગરામ એરબેસ પર પત્રકારો સાથે વાત કરતા જનરલ કોહિસ્તાનીએ કહ્યું કે આસપાસના ગ્રામીણ વિસ્તારમાં તાલિબાનની ગતિવિધીઓનો રિપોર્ટ મળ્યો છે.

 જનરલ કોહિસ્તાનીએ કહ્યું કે તમે જાણો છો, જો અમે અમેરિકાની સાથે પોતાની સરખામણી કરીએ તો ઘણો ફરક છે પરંતુ અમે પોતાની ક્ષમતા સાથે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યાં સુધી બની શકે અમે બધા લોકોની રક્ષા કરીશું.

(12:56 pm IST)