Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કલકત્તા હાઇકોર્ટના જજ કૌશિક ચંદ નંદીગ્રામ ચૂંટણી કેસમાંથી ખસી ગયા : ભાજપ સાથે નાતો હોવાના મમતા બેનરજીના આક્ષેપને ધ્યાને લઇ કેસમાંથી ખસી જવાનું પસંદ કર્યું : પરંતુ કેસમાંથી નીકળી જતા પહેલા મમતા દીદીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કોલકત્તા : પશ્ચિમ બંગાળ ધારાસભાની ચૂંટણીઓ વખતે તૃણમૂલ કોંગ્રેસમાંથી નીકળી જઇ ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ મત વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી.જ્યાં તેઓને પરાસ્ત કરવા મમતા બેનરજી ચૂંટણી લડ્યા હતા.પરંતુ પોતે પરાસ્ત થયા હતા.

આથી તેમણે  શુભેન્દુ અધિકારીના વિજયને કલકત્તા હાઇકોર્ટમાં પડકાર્યો હતો.આ કેસ ન્યાયધીશ કૌશિક ચંદ ની ખંડપીઠ પાસે આવતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવો આક્ષેપ કર્યો હતો કે ન્યાયધીશ કૌશિક ચંદ ને ભાજપ સાથે નાતો છે.તેથી તેમણે આ કેસમાંથી નીકળી જવું જોઈએ.

મમતા બેનરજીના આક્ષેપને ધ્યાને લઇ ન્યાયધીશ કૌશિક ચંદએ કેસમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. પરંતુ ત્યાર પહેલા મમતા દીદીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(12:55 pm IST)