Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગોમતી રિવર ફ્રંટ ગોટાળો

એક જ કામ માટે પતિ-પત્નિએ ટેન્ડર નાખ્યાઃ પત્નિને મળ્યો કોન્ટ્રેકટ

લખનૌ, તા., ૭: જીલ્લા પંચાયતની ચુંટણીઓ પુરી થઇ ગઇ છે. હવે યુપી વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે. આ વચ્ચે ગોમતી રિવર ફ્રંટ પરીયોજના  ગોટાળાનુ ભુત ફરી ધુણ્યું છે.આ ગોટાળાની તપાસમાં સીબીઆઇને એવા-એવા કારનામા મળ્યા છે કે તેઓ ખુદ આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ પરીયોજનામાં સીલ્ટ સફાઇના  કામ માટે પતિ-પત્નિ બંનેએ અલગ-અલગ ટેન્ડર નાખ્યા હતા. અંતે પત્નિને ફાળે ટેન્ડર ગયું હતું. ઓફીસરોએ એલ-૧ (સૌથી ઓછા ભાવ દેવાવાળી પેઢી)નો ફાયદો ઉઠાવી જેને કામ આપવા ધાર્યુ તેને આપી દીધું હતું.

તપાસમાં ખુલ્યું કે પરીયોજનામાં કુલ ૬૭૩ કામમાંથી પ૧૯ ટેન્ડર, ૧૧પ કવોટેશન,  ર૯ સિધી આપુર્તી, ૯ મિશ્રિત ખર્ચ અને ૧ એમઓયુના આધાર ઉપર દઇ દેવાયા હતા. મોટાભાગના ટેન્ડરની જાહેરાત અખબારોમાં  આપવામાં આવી ન હતી અને સાંઠગાંઠથી પોતાની માનીતી કંપનીઓને કામ આપી દેવાયા હતા.

એલ-ર અને એલ-૩ને આધાર બનાવી  કામ આપવામાં આવ્યા હતા. સીલ્ટ સફાઇનું ૧.૮૯ કરોડનું કામ મોહમદ આસીફખાનની તરાઇ કન્સ્ટ્રકશનને આપી દેવાયું હતું. આમાં એલ-ર અને એલ-૩ (છેલ્લેથી બીજી અને ત્રીજા નંબરના ભાવ દેવાવાળી પેઢી) ખોટી રીતે ખાલી દેખાવ પુરતા ટેન્ડર ભર્યા હતા. મોટા ભાગના ટેન્ડરોની જાહેરાત જ આપવામાં આવી ન હતી.

(12:54 pm IST)