Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પશ્ચિમ બંગાળમાં હવે 'ખેલા હોબે દિવસ' મનાવાશે : મમતા બેનર્જીની જાહેરાત

ચૂંટણી સમયે આપેલો નારો લોકોએ સ્વીકાર કરતા રાજ્યમાં ખેલા હોબે દિવસ મનાવાશે

કોલકતા : ચૂંટણી સમયે લગાવવામાં આવતા નારાઓ કાર્યકર્તાઓનું મનોબળને ટકાવી રાખવામાં મદદરૂપ થતા હોય છે. આ સિવાય વિરોધીઓ પર હુમલાઓ કરવા માટે પણ આ નારાઓ કામ આવતા હોય છે. ચૂંટણી સમયે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલો આવો જ એક નારો 'ખેલા હોબે' એટલે કે હવે ખેલ થશે બહુ સાંભળવા મળ્યો હતો. આ અંગે  પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે  હવે લોકોએ ખેલા હોબેનો સ્વીકાર કર્યો છે આથી બંગાળમાં હવે 'ખેલા હોબે દિવસ' મનાવવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન મમતા બેનરજી આ નારાનો ઉપયોગ કરીને બીજેપી પર નિશાન તાકતા હતા જેના કારણે તેમના પક્ષની તરફેણમાં માહોલ બનાવવામાં ઘણી મદદ મળી હતી. ્સ્ઝ્રનો આ ચૂંટણી નારો ફ્ક્ત ખેલા હોબે સુધી ન અટક્યો, આની સાથે મમતા બેનરજીએ અન્ય એક નારો આપ્યો હતો 'ખેલા હોબે, ગેખા હોબે, જેતા હોબે' એટલે કે રમીશું, જોઇશું અને જીતીશું.

(11:16 am IST)