Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોરોનાના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી નોંધાયા :પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે

ત્રીજી લહેરની આશંકાએ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી દીધી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખતમ થવા પર છે પરંતુ ત્રીજી લહેરની આશંકાએ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના રોજના મામલામાં ઘટાડા બાદથી હવે દેશમાં અનલોકની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

  સ્વાસ્થ્ય મંત્રાલયના લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં હજું પણ એવા રાજ્ય છે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરળ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડનું નામ સામેલ છે. લવ અગ્રવાલે લોકોને ચેતવણી આપતા કહ્યું કે દેશમાં બીજી લહેર હજું પણ જારી છે. એટલા માટે નિયમોનું પાલન કરવું જરુરી છે. તેમણે આંકડા રજુકરા કહ્યું કે દેશમાં કોરોનાના 80 ટકા નવા મામલા 90 જિલ્લામાંથી આવી રહ્યા છે.

(11:01 am IST)