Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

GSTની આવક જુનમાં ઘટીને 92,849 કરોડે અટકી

GSTની આવક સળંગ આઠ મહિના સુધી એક લાખ કરોડથી વધુ: મે માસમાં એ 1.02 લાખ કરોડ નોંધાઇ હતી.

નવી દિલ્હી : ગત જુન કરતાં આ જુન માસની GSTની આવકમાં બે ટકાનો વધારો નોંધાતા એ 92,849 કરોડે અટકી છે. આમાં સેન્ટ્રલ GSTની આવક 16,424 કરોડ છે, રાજયની GSTની આવક 20,૩97 કરોડ છે, જયારે સંકલિત GSTની આવક 49,079 કરોડ (આયાતી માલ પર વસુલાયેલા કરના 25,762 કરોડ સહિત) છે. સેસની આવક 6949 કરોડ (આયાતી માલ પર વસુલાયેલા કરના 809 કરોડ સહિત) છે.

જુન, 2021 માં થયેલી GSTની આવક, જુન, 2020માં થયેલ GSTની આવક 90,917 કરોડ કરતા બે ટકા વધુ છે.

GSTની આવક સળંગ આઠ મહિના સુધી એક લાખ કરોડથી વધુ રહી હતી, જયારે મે માસમાં એ 1.02 લાખ કરોડ નોંધાઇ હતી. જો કે જુન, 2021 માં GSTની આવક ઘટીને 1 લાખ કરોડથી ઓછી થઇ હતી.

જુન 2021 નું GST કલેકશન, મે, 2021 દરમિયાન થયેલા વેપાર વિનિમય પર આધારિતછે. મે, 2021 દરમિયાન દેશના મોટા ભાગના સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોરોના પ્રેરિત સંપૂર્ણ કે આંશિક, લોકડાઉનની સ્થિતિમા હતા, એમ નાણાં મંત્રાલયે જણાવ્યું.

(12:21 am IST)