Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

' ગ્રેટ ઇમિગ્રન્ટ્સ 2021 ' : કાર્નેગી કોર્પોરેશને પસંદ કરેલા 34 ઈમિગ્રન્ટ્સમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ગીતા ગોપીનાથ તથા Nasa સાયન્ટિસ્ટ શ્રી કમલેશ લુલ્લાને સ્થાન : સમાજ અને લોકશાહીને મજબૂત કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ કરાયેલી કદર

ન્યુયોર્ક : કાર્નેગી કોર્પોરેશને 30 જૂનના રોજ 2021 ની સાલ માટેના ગ્રેટ ઇમિગ્રન્ટ્સના નામો જાહેર કર્યા છે. જે અંતર્ગત પસંદ કરેલા 34 ઈમિગ્રન્ટ્સમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ગીતા ગોપીનાથ તથા Nasa  સાયન્ટિસ્ટ શ્રી કમલેશ લુલ્લાને  સ્થાન અપાયું છે.તથા એક પાકિસ્તાની અમેરિકને પણ સ્થાન  મેળવ્યું છે. સમાજ અને લોકશાહીને મજબૂત કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ આ 34 ઈમિગ્રન્ટ્સની પસંદગી થઇ છે.

સુશ્રી ગીતા ઇન્ટર નેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ છે. જયારે શ્રી કમલેશ લુલ્લા Nasa સાયન્ટિસ્ટ છે. તેવું ઈ.વે. દ્વારા જાણવા મળે છે.

(7:03 pm IST)