Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ફરાર હિસ્‍ટ્રીસીટર વિકાસ દુબેની મદદ કરનારાઓ તપાસના દાયરામાં: ચૌબેપુરની સાથે અનેક પોલીસ મથકોના પોલીસ કર્મચારીઓ ઉપર પણ શંકા

નવી દિલ્હી: ફરાર થઈ ગયેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબે કેસ સંબંધિત હાલ બે મોટી વાતો સામે આવી રહી છે. પહેલી જાણકારી એ છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની મદદ કરનારાઓની તપાસનો દાયરો વધારવામાં આવ્યો છે. સૂત્રોના હવાલે ખબર છે કે ચૌબેપુરની સાથે અનેક પોલીસમથકોના પોલીસકર્મીઓ પર શક છે. બિલ્હોર, કકવન અને શિવરાજપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ શકના દાયરામાં છે. 4 પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓના મોબાઈલ સર્વિલાન્સ પર છે.

બીજી ચોંકાવનારી જાણકારી એ છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ સબ ઈન્સ્પેક્ટરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. 2 જુલાઈની સાંજે 4 વાગે વિકાસ દુબેએ સબ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. વિકાસ દુબેએ કહ્યું હતું કે 'થાનેદારને સમજાવી દેજો નહીં તો ગામમાંથી લાશો ઉઠશે. ધમકી બાદ સબ ઈન્સ્પેક્ટરે પોતાની બીટ બદલવાનું કહ્યું હતું. ડરના કારણે સબ ઈન્સ્પેક્ટર અથડામણની ટીમમાં સામેલ પણ થયો નહતો.

બીજી બાજુ હિસ્ટ્રીશીટર વિકાસ પર અનેક કેસ થઈ શકે છે. જે લોકો ડરથી સામે નહતા આવતા તેઓ પણ હવે કેસ કરવા માટે તૈયાર છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ભાઈ ઉપર પણ કેસની તૈયારી છે. કાનપુરમાં પોલીસ પર હુમલા કેસની મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવાઈ છે. કાનપુરના એડીએમએ કેસની તપાસ શરૂ કરીને એડીએમ ઓફિસ પાસે કેસ સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે.

(4:44 pm IST)