Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોવીડ-૧૯ માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અસરકારક છે કે કેમ ? તે વિષે જાણો...

કોરોના વાયરસના દર્દીઓને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી રહેલી રીપર્પઝડ ડ્રગનું મૂલ્યાંકન અને પરીક્ષણ અંગે સમજ આપતા મહારાષ્ટ્રના મેડીકલ સુપ્રી. ડો. એસ.પી.કલાંતરી

કોવિડ-૧૯ મહામારીએ વિશ્વભરમાં ૫ લાખથી વધુલોકોના ભોગ લીધા છે જેમાં ભારતમાં ૧૭૦૦૦ કરતાં વધુલોકોનો પણ સમાવેશ થાય છે. વરવી વાસ્તવિકતા એ છે કે, વિશ્વ આરોગ્ય સંઘના જણાવ્યાં પ્રમાણે આ મહામારીનો અંત હજુ ક્યાંય નજીકમાં દેખાતો નથી. વેક્સિન તૈયાર થતાં હજુ છ મહિના પણ લાગી શકે છે તેથીહાલ ક્લિનિકલ ટ્રાયલમાં જેના પ્રોત્સાહક પરીણામો જોવા મળ્યાંછે એવી કેટલીક સારવાર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. એક મુલાકાતમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટીટ્યૂટઓફ મેડીકલ સાયન્સીસ સેવાગ્રામ, મહારાષ્ટ્રના મેડીકલસુપ્રીટેન્ડેન્ટ અને પ્રોફેસર ઓફ મેડીસીન ડો.એસ.પી. કલાંતરીએ 

હાલ કોરોનાના ઇલાજમાં જે દવાનો ઉપયોગ થઇરહ્યો છે તે આશાસ્પદ દવાઓ અંગે વિસ્તૃતવાત કરી છે. સૌ પહેલા તેમણે હાલ જેમની ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહી છે અથવા પૂર્ણ થઇ ગઇ છે એવી તમામ દવાઓ રીપર્પઝ્ડ દવાઓ હોવાનું જણાવ્યું છે. એટલે કે, તેમાં હાઇડ્રોક્સી ક્લોરોક્વીન,ક્લોરોક્વિન, રેમડેશિવીર, ફેવીપિરાવીર, ડેક્સામિથાસોન, લોપિનાવીર, રિટોનાવીર અને કોન્વલેસન્ટ પ્લાઝમાનો સમાવેશથાય છે. ઓફ લેબલ એજન્ટ તરીકે ઓળખાતી આ રીપર્પઝ્ડદવાઓ જે અન્ય રોગોમાં અસરકારક પુરવાર થઇ રહી છે તેકોવિડ-૧૯માં પણ પુરવાર થવાની સંભાવના છે. આ એજન્ટનો ઉપયોગ ક્લિનિકલ ટ્રાયલના સેટીંગમાં થાય છે. કોવિડ-૧૯ની સારવાર માટે અન્ય કોઇ દવા ઉપલબ્ધ નહીં હોવાથી ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ ડ્રગનોે રીપર્પઝ એટલે કે, પુનઃ ઉપયોગ કરવાના ખ્યાલને અનુસરી રહ્યાં છે.

આ દવાઓના પરીક્ષણ અંગેના માપદંડો અંગે વાત કરતાં ડો.કલાંતરીએ જણાવ્યું હતુંકે, દવાની અસરકારકતા જાણાવા માટે તમામ ક્લિનિકલ ટ્રાયલહાથ ધરવામાં આવે છે અને તેમાં મૃત્યુદર, આઇસીયુમાં રોકાણનો સમય, હોસ્પિટલના રોકાણનો સમય, રોગની પ્રગતિજેવા આખરી પરીણામોને માપદંડ તરીકે લઇને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત કઇ રીતે વાયરલ ક્લિયર થાયછે, સાજા થતાં કેટલો સમય લાગે છે, ટેમ્પરેચરમાં કેટલો ઘટાડો આવે છે.

આ દવાઓની સોલિડારિટી ટ્રાયલ અંગે ડો.કલાંતરીએ જણાવ્યું કે, રીકવરી ટ્રાયલમાં સ્ટીરોઇડના શું લાભ થાય છે તે જોવા મળ્યાં છે. જેમ કે, ડેક્સામિથાસોન દવાની ટ્રાયલમાં ૨૧૦૦ લોકોને ૧૦ દિવસ સુધી દરરોજ ૬ મિલિગ્રામડેક્સામિથાસોન દવા આપવામાં આવી હતી અને તેમની તુલનાકોરોના વાયરસ સંક્રમણ માટે સ્ટાન્ડર્ડ કેર મેળવનાર ૪૩૦૦ લોકોસાથે કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે,ડેક્સામિથાસોનથી દર્દીઓમાં મૃત્યુનો દર ૧/૩ ઘટી ગયો હતો. ટ્રાયલમાં એવું પણ બહાર આવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ થયેલાકોવિડ-૧૯ના દર્દીઓ પર હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન કામ કરતીનથી તેથી ઘણા દેશોમાં આ દવાનો ઉપયોગ અટકાવી દેવામાંઆવ્યો હતો. આજની તારીખ સુધીમાં એન્ટિ વાયરલ ડ્રગ માન્ય રાખવામાં આવી છે કે કેમ? એવું પૂછતાં ડોે.કલાંતરીએ જણાવ્યું હતું કે, હાઉ ક્વોલિટી કંટ્રોલ્ડ ટ્રાયલમાં રેમડેશિવીર દવા હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-૧૯ના પુખ્ત દર્દીઓમાંરીકવરીનો સમય ઘટાડે છે અને શ્વસનતંત્રનું સંક્રમણ પણ તેનાથીઘટે છે.

આ ડ્રગ લેવાથી દર્દી ૧૫ દિવસના બદલે ૧૧ દિવસમાં જ સાજો થવા લાગ્યો છે. પરંતુ તેને કારણે મૃત્યુદરમાં કોઇ મહત્વનોઘટાડો જોવા મળ્યો નથી. એ જ રીતે લોપિનાવીર અને રિપોનાવીરજેવી એન્ટિ વાયરલ દવાનો કોવિડ-૧૯ સંક્રમિત એવા ૧૯૯દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડ-૧૯નાવધુ ગંભીર પુખ્ત દર્દીઓમાં તેનાથી સ્ટાન્ડર્ડ કેર કરતાં વધુ લાભજોવા મળ્યો નથી. આમ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનેલોપિનાવીર-રીટોનાવીર ઇલાજથી કોઇ ખાસ લાભ થયો નથી.

(3:25 pm IST)