Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ગુજરાતમાં દર કલાકે ૩૦ નવા કેસ નોંધાયા છે

અમદાવાદમાં સ્થિતિ કાબુમાં તો સુરતમાં વણસી રાજયમાં છેલ્લા ૧૦ દિવસમાં ૬૦૦થી વધુ કેસ નોંધાયઃ ૩ દિ'થી ૭૦૦થી વધુ કેસ

નવી દિલ્હી, તા.૭: જુલાઇ મહિનાની શરૂઆતથી જ રાજયમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા ૧૦ દિવસથી રાજયમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૦૦દ્ગચ પાર થઈ રહી છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ચોથી જુલાઇથી છઠ્ઠી જુલાઈના આંકડા જોવામાં આવે તો તેમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૦ને પાર થઈ રહી છે. છઠ્ઠી જુલાઇના રોજ રાજયમાં કોરોનાનાં સૌથી વધારે ૭૩૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રીતે જો ગણતરી કરવામાં આવે તો રાજયમાં દર કલાકે ૩૦થી વધારે નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ મોતનો આંકડો ચોક્કસ ઓછો થયો છે પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં થઈ રહેલા વધારાએ તંત્રની ચિંતા વધારી છેલ્લા ૧૦ દિવસમાં કુલ પોઝિટિવ કેસમાં ઉછાળો છેલ્લા ૧૦ દિવસની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. ૩૦મી જૂન સુધી કોરોના વાયરસના કેસ ૬૦૦ના આસપાસ રહેતા હતા. જે જુલાઇ મહિનો શરૂ થતાં જ કોરોનાને કેસ ૭૦૦ના આસપાસ આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના કુલ કેસ ૭૦૦થી વધારે આવી રહ્યા છે. સાથે જ છેલ્લા ત્રણ દિવસથી અમદાવામાં કુલ પોઝિટિવ કેસ ૨૦૦થી નીચે આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિત ૅં રાજયમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો અત્યાર સુધી (છઠ્ઠુ જુલાઈ, ૨૦૨૦ની સ્થિતિ) કુલ ૩૬,૮૫૮ પોઝિટિવ કેસ સામે આવી ચુકયા છે. જેમાંથી ૧,૯૬૨ લોકોનાં મોત થયા છે જયારે ૨૬,૩૨૫ લોકો સાજા થયા છે. જેમાં સૌથી વધારો ૧,૪૯૧ લોકોનાં મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. અમદાવાદ બાદ સુરતમાં ૧૮૬ અને વડોદરામાં ૫૧ લોકોનાં મોત થયા છે. તાપી અને ડાંગ જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી કોઈ દર્દીનું મોત નથી થયું. અત્યારે સુધી ડાંગ જિલ્લામાં કોરોનાનાં સક્રિય કેસની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં આઠમાં સ્થાને ૅં રાજયમાં સોમવારે કોરોનાના નવા ૭૩૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો ૩૬,૮૫૮ થયો છે. જેની સામે ડિસ્ચાર્જ કે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા બાદ કરતાં હાલ સારવાર હેઠળ હોય તેવા દર્દીઓનો આંકડો હાલ ૮,૫૭૪ છે. આ આંકડો કુલ દર્દીઓનાં ૨૩ ટકા જેટલો થાય છે. બીજી તરફ ગુજરાત સૌથી વધારે એકિટવ કેસ હોય તેવા રાજયમાં આઠમાં નંબર પર આવી ગયું છે. આ મામલે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્ત્।રપ્રદેશ બાદ ગુજરાતનો આઠમાં ક્રમે આવે છે. ગુજરાતમાં રિકવરીનો રેટ ૭૧.૪૨ ટકા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર ૫.૩૨ ટકા છે.જુલાઇ મહિનામાં અમદાવાદમાં કોરોના કેસ ૅં છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દ્યટી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તરફથી છેલ્લા કેટલાક દિસવથી ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. છતાં કેસ દ્યટી રહ્યા હોવાનો સીધો મતલબ એવો છે કે શહેરમાં કોરોના હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે. જુલાઈના ૬ દિવસમાંથી ૪ દિવસ કેસ ૨૦૦થી નીચે રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં મૃત્યુનો આંક પણ ઘટીને ૭ થયો છે.૬ જુલાઈના ગુજરાતમાં ૭૩૫ નવા કેસ ૅં છ જુલાઈના રોજ પુરા થતાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૩૫ નવા કેસ નોંધાયા છે, સાથે ૧૭ દર્દીનાં મોત થયા છે. આ રાજયમાંથી ૪૨૩ દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. રાજયમાં છેલ્લા ૨૧ કલાક દરમિયાન નોંધાયેલા કેસમાં સુરત શહેરમાં ૨૦૧, અમદાવાદ શહેરમાં ૧૬૮, વડોદરા શહેરમાં ૫૫, સુરત જિલ્લામાં ૪૦, ભાવનગર શહેરમાં ૨૬, બનાસકાંઠામાં ૨૪, ભરૂચમાં ૧૮, રાજકોટ શહેરમાં ૧૪, ગાંધીનગરમાં ૧૩, વલસાડમાં ૧૩, મહેસાણામાં ૧૨, કચ્છમાં ૧૧, વડોદરામાં ૧૦, જૂનાગઢમાં શહેરમાં ૯, ખેડામાં ૯, ભાવનગરમાં ૯, પંચમહાલમાં ૮, સાંબરકાંઠામાં ૮, નવસારીમાં ૮, અમરેલીમાં ૭, રાજકોટમાં ૭, જૂનાગઢમાં ૬, જામનગર શહેરમાં ૫, સુરેન્દ્રનગરમાં ૫, ગાંધીનગર શહેરમાં ૪, મોરબીમાં ૪, તાપીમાં ૪, પાટણમાં ૪, છોટાઉદેપુરમાં ૩, અરવલ્લીમાં ૨, મહીસાગરમાં ૨, બોટાદમાં ૨, ગીર સોમનાથમાં ૨, જામનગરમાં ૨, આણંદમાં ૧ મળીને કુલ ૭૩૫ કેસ નોંધાયા છે.

(3:46 pm IST)