Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ચીને મોટો ફટકો : ભારત બાદ ઓસ્ટ્રેલિયામાં ચાઈનીઝ એપ્સ પર રોક લગાવવા તૈયારી

ઓસ્ટ્રેલિયન સ્ટેટેજિક પૉલિસી સંસ્થાનના એક્સપર્ટના જણાવ્યા મુજબ TikTok સંપૂર્ણરીતે પ્રોપગ્રેન્ડા અને માસ સર્વેલાન્સ માટે છે

નવી દિલ્હી: ભારત તરફથી 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ TikTok સહિત અનેક ચાઈનીઝ એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણવીને રોક લગાવવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયામાં સંસદીય સમિતિ જલ્દી આ નિર્ણયને મંજૂરી આપી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રીએ પણ જણાવ્યું કે, ટૂંક સમયમાં અનેક ચાઈનઝ એપ્સ ઉપર સુરક્ષાના કારણોસર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

ભારતે સુરક્ષા કારણને પગલે TikTok, UC બ્રાઉઝર સહિત 59 એપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ રાષ્ટ્રીય સુરક્ષા અને યુઝર્સના ડેટાની સુરક્ષાના જોતા TikTok સહિતની ચાઈનીઝ એપ્સ પર બેન મૂકી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં 16 લાખથી વધુ ટીકટૉક યુઝર્સ છે. ઓસ્ટ્રેલિયન સ્ટેટેજિક પૉલિસી સંસ્થાનના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, TikTok સંપૂર્ણરીતે પ્રોપગ્રેન્ડા અને માસ સર્વેલાન્સ માટે છે. જેમાં ચીનની વિરુદ્ધ વિચારને હટાવી દેવામાં આવે છે.

 

ઓસ્ટ્રેલિયાના સાંસદ અને ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી કમિટીના અધ્યક્ષ એન્ડ્રૂ હૈસ્ટીએ ફેબ્રુઆરીમાં જ દાવો કર્યો હતો કે, ચાઈનીઝ એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. ચીનના ઈન્ટેલિજન્સ કાયદા-2017 પ્રમાણે, ચીનની સરકાર ગમે ત્યારે કોઈ પણ કંપનીને જાણકારી શેર કરવા માટે જણાવી શકે છે.

(2:06 pm IST)