Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રિલાયન્સના શેરમાં તેજી ભભૂકી :કંપનીની માર્કેટ કેપિટલ 12 લાખ કરોડને પાર પહોંચી : નવી સિદ્ધિ હાંસલ કરી

NSE પર RIL શેર અત્યાર સુધીની ટોચે : 12 લાખ કરોડનો આંક સ્પર્શનારી પ્રથમ કંપની બની

મુંબઈ: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ  નવી સિદ્ધી હાંસલ કરી છે અને તેની માર્કેટ કેપિટલાઈઝેશન 12 લાખ કરોડની પાર પહોંચી છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના શેરોમાં સોમવારે દિવસની શરૂઆતથી જ રેકોર્ડ તેજી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રિલાયન્સના શેર અત્યાર સુધીની ટોચ 1858ના સ્તરે પહોંચ્યા હતા. માર્કેટ બંધ થવા પર કંપનીની માર્કેટ વેલ્યૂ 12,16,000 કરોડ રૂપિયા (163.1 બિલિયન ડૉલર) આંકવામાં આવી.છે

  રિલાયન્સ પ્રથમ કંપની છે, જેણે 12 લાખ કરોડના આંકડાને સ્પર્શ કર્યો છે. દેશની કોઈ પણ કંપની અત્યાર સુધી આ મુકામ હાંસલ નથી કરી શકી. સોમવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રિલાયન્સના 2 કરોડ 16 લાખ કરતાં વધુ શેરોનું ખરીદ વેચાણ થયું. છે

 મુકેશ અંબાણીએ 19 જૂને લક્ષ્ય પહેલા જ સંપૂર્ણ રીતે દેવા મુક્ત થવાની જાહેરાત કરી હતી. આજ દિવસે રિલાયન્સ કંપનીની માર્કેટ વેલ્યૂ 11 લાખ કરોડને પાર પહોંચી ચૂકી હતી.

છેલ્લા બે મહિનામાં Jio પ્લેટફોર્મ્સમાં ભાગીદારી વેચીને રિલાયન્સ ગ્રુપે 1.17 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીએ રાઈટ્સ ઈશ્યી પણ ઓવર સબસ્ક્રાઈબ્સ થયો હતો. જેના થકી કંપનીએ 53,124.20 કરોડ રૂપિયા બજારમાંથી એકઠા કર્યા હતા. કંપનીના ડિજિટલ કારોબાર અને JioMart ના વિસ્તાર અને દેવું ઘટાડવા માટે આ રકમનો ઉપયોગ કરવા માંગે છે. શુક્રવારે તેમાં 12માં વિદેશી રોકાણની જાહેરાત થઈ હતી. જે બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.

(2:00 pm IST)