Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર

પ્લાઝમા થેરેપી કરવામાં આવી પણ તબિયતમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો : ઘેરી ચિંતાની લાગણી

રાજકોટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ માધવસિંહભાઇ સોલંકીની તબિયત વધુ લથડી છે. ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ભરતભાઈ સોલંકી ઉપર પ્લાઝમા થેરપી કરવામાં આવી. પરંતુ પ્લાઝમા થેરાપીથી ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઇ સુધારો નથી થયો. ભરતસિંહ સોલંકી હાલ ઓકિસજન સપોર્ટ ઉપર છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજયસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા હતા. ૨૧ જૂને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ઓકિસજનના સહારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીને દવાઓ અસર કરી રહી નથી. આજે તેમની તબિયત વધુ લથડતાં વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમને કોરોના અંગેના કેટલાક ઇન્જેકશન સહિત પ્લાઝમા થેરેપી પણ અપાઈ છે પણ શરીર સાથ આપી રહ્યું નથી. તેમને વડોદરાથી અમદાવાદ ખસેડવામાં આવેલ.

ભરતસિંહ સોલંકીએ ચૂંટણી દરમિયાન અન્ય ધારાસભ્યો સાથે અંબાજીમાં દર્શન કર્યા હતા.એ દરમ્યાન જ તેમનું ટેમ્પરેચર વધુ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ૨૧ જૂનના રોજ ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેમને શરૂઆતમાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની ખાનગી (સિમ્સ) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(3:06 pm IST)
  • દેશમાં કોરોનાનો હાહાકાર :આજે નવા 23,135 કેસનો વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 7,43,481 કેસ થયા : 2,65,670 એક્ટિવ કેસ :કુલ 4,57,058 દર્દીઓ રિકવર થયા :વધુ 479 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 20,653 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5,134 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,17,121 થઇ: તામિલનાડુમાં નવા 3616 કેસ સાથે કુલ કેસનો આંક 1,18,559 થયો :દિલ્હીમાં વધુ 2,008 કેસ સાથે કુલ કેસનો આંકડો 1,02,831 થયો : કર્ણાટકમાં 1498 નવા કેસ : તેલંગાણામાં નવા 1879 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1322 કેસ નોંધાયા: આંધ્રપ્રદેશમાં 1178 કેસ access_time 1:10 am IST

  • ચીનની ગલવાન ઘાટીમાંથી પીછેહઠનો પુરાવોઃ સૈનિકો પાછા જઇ રહ્યા છે access_time 3:13 pm IST

  • કોરોના મહામારી હજુ ચરમસીમાએ પહોંચેલ નથી: WHO: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું છે કે કોરોના મહામારીએ હજી તેનું મહત્તમ ફેલાવાનું રૂપ ધારણ કર્યું નથી, WHO માને છે કે કોરોના મહામારી હજુ બેફામ વધશે, સર્વોચ્ચ સપાટીએ પહોંચેલ નથી. access_time 10:52 pm IST