Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ચા-પાન-નાસ્તાની દુકાન-લારી ગલ્લાએથી ફકત પાર્સલ જ મળશે

જિલ્લા બાદ હવે શહેરમાં પણ નવી સુવિધાનો પ્રારંભ કરાવતા મ્યુ. કમિશનરઃ કોરોનાને રોકવા ધડાધડ પગલાઓની જાહેરાત : દુકાન,લારી ગલ્લાઓએ સોશિયલ ડિસ્ટનસનાં નિયમનું પાલન કરવુઃ ટોળા ભેગા થશે તો બંધ કરાવાશે

રાજકોટ,તા.૭: ગઇકાલે જીલ્લામાં ચા,પાન અને નાસ્તાની દુકાન તથા લારી ગલ્લાઓથી ફકત પાર્સલની સુવિધા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે   જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યા બાદ આજે શહેરનાં ચા,પાનનાં ધંધાર્થીઓને પણ પાર્સલની છુટ અપવાનો હુકમ મ્યુ.કશ્નિર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે.

 મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ-૩૪ની રૂએ શહેરમાં પાન, માવા, ચા (ટી-સ્ટોલ)ની દુકાનો / લારીઓ તથા નાસ્તાની લારીઓએથી ગ્રાહકોએ જે-તે વસ્તુ ખરીદી લઇ જતા રહેવાની (ટેક અવે) વ્યવસ્થા જળવાઈ રહે તેમજ  રાજકોટમાં ઉપરોકત વેપારીઓએ ઉપર દર્શાવ્યા મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)