Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કાનપુર એન્કાઉન્ટર: શંકા હેઠળ રહેલા ચૌબેપુર પોલીસ સ્ટેશનનાં 10 કોન્સ્ટેબલોની કરાઇ બદલી

કાનપુર એન્કાઉન્ટરનાં કેસમાં તમામ 10 કોન્સ્ટેબલોની તપાસ ચાલી રહી છે.

કાનપુર : ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં બિકરૂ ગામમાં આઠ પોલીસકર્મીઓની હત્યાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. 80 કલાક બાદ પણ ગુનેગાર અને 2.5 લાખ રૂપિયાનો ઇનામી વિકાસ દુબે, પોલીસનાં હાથ લાગી શક્યો નથી. વિકાસ દુબેને પકડવા પોલીસ અને એસટીએફની ટીમો રોકાયેલી છે. દરમિયાન ચૌબેપુર પોલીસ સ્ટેશનથી 10 પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. આઈજીપી કાનપુરનાં જણાવ્યા અનુસાર, કાનપુર એન્કાઉન્ટરનાં કેસમાં તમામ 10 કોન્સ્ટેબલોની તપાસ ચાલી રહી છે.

કાનપુરનાં એસએસપી દિનેશ પ્રભુએ જણાવ્યું હતું કે, ચોબૈપુર સ્ટેશનમાં પોલીસ લાઇનથી સિપાહી સુધીર, આશિષ, વિમલ, રવિ, મોહિત, નવીન, વિજેન્દ્ર, ધીરજ કુમાર , લવકુશ અને ઋષિ યાદવની તૈનાતી કરી છે, જેથી સુવ્યવસ્થિત કામગીરી સુનિશ્ચિત કરી શકાય. વળી શંકામાં આવી ગયેલા એસઓ વિનય તિવારી, દરોગા કુંવર પાલ, દરોગા કે.કે. શર્મા અને કોન્સ્ટેબલ રાજીવ ચૌધરીને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય પોલીસકર્મીઓ શંકાનાં દાયરામાં છે, જેની તપાસ ચાલી રહી છે.

(1:24 pm IST)