Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દાનહ સિવિલમાં 250 બેડની સુવિધા સામે હાલમાં 200 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ

સેલવાસની નર્સિગ કોલેજને પણ સજ્જ રખાઇ

સેલવાસ દાનહમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પ્રસાસનની લાપરવાહીના કારણે કુદકેને ભૂસ્કો વધી રહી છે ગત સપ્તાહમાં માત્ર ત્રણ દિવસમાં જ 64 કેસ નોંધાઇ ગયા હતા.સોમવારે વધુ 7 કેસ સાથે દાનહમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 193 પર પહોચી ગઇ છે. ત્યારે દાનહ પ્રશાસન પાસે કોરોનાના વધતા કેસ સામે સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને રાખવા માટે 250 બેડતી વધુની સુવિધા હોવાનો દાવો કરાઇ રહ્યો છે આ સાથે સેલવાસની નર્સિગ કોલેજને પણ સજ્જ રખાઇ હોવાનું જાણવા મળે છે.

 જોકે પ્રશાસન ખરેખર વધતા દર્દીઓને પહોચી વળવા કેટલુ સજ્જ છે તે બાબતે અહીંના જડ અધિકારીઓ કંઇ પણ બોલવા સમર્થ નથી જેને લઇ લોકોમાં પ્રશાસનની કોરોના સામે લડવાની ક્ષમતાને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ક્વોરેન્ટાઇન કરાયેલા દર્દીઓનું કહેવું છે કે, ગરમ પાણી આપવામાં આવતું નથી અને સાંજનું ભોજન બપોરે બનાવાય છે. જ્યારે સવારનું ભોજન સાંજ અપાય છે. કોરન્ટાઇન સેન્ટરમાં રહેતા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડશે અને લોકો કારોનાથી વધુ ગંભીર બની શકે છે.

(1:12 pm IST)