Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભારત પછી હવે અમેરિકા પણ ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં : ટિક્ટોક સહિતની એપ્સ ઉપર પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી હોવાનું સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓનું નિવેદન

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ફેલાવો કરવાના આરોપસર બદનામ થઇ ગયેલા ચીન વિરુદ્ધ મોટા ભાગના દેશો મોરચો મંડી રહ્યા છે.ઉપરાંત ભારત સાથેની સરહદ ઉપર પણ ઘૂસણખોરી કરી રહેલા ચીનને ભારતે બરાબરનો પાથ ભણાવી દીધો છે.જે મુજબ સરહદ ઉપર જડબાતોડ જવાબ ઉપરાંત દેશમાં ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે.અનેક કરારો રદ કરી ચીનની આર્થિક કમ્મર ભાંગવાની કોશિશ ચાલુ છે.એટલું જ નહીં ભારત સરકારે ચીનની ટિક્ટોક સહીત 59 એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ સંજોગોમાં ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઇરસનો સૌથી વધુ ભોગ બનેલું અમેરિકા પણ બદલો લેવાની પેરવીમાં છે.અને તે માટે અન્ય પગલાંઓ લીધા બાદ હવે ટિક્ટોક સહિતની  ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ મુકવા ગંભીર પણે વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે.

(11:55 am IST)