Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોનાની સ્થિતિ જોતા ભારત સાથે 'એર બ્રીજ' બનાવવા અંગે કેટલાય દેશોનો નનૈયોઃ આમ છતાં બ્રીટન - અમેરીકા સાથે ચર્ચા ચાલુ..

એરબ્રીજ (ટ્રાવેલ બબલ) બનાવવાની ભારતની મહત્વની યોજનાઃ ૨૪ ઓગસ્ટથી ડોમેસ્ટીક હવાઇ મુસાફરી મોંઘી બનવાના એંધાણ

રાજકોટ,તા.૭: ભારત આવતા મહિનાથી કેટલાક દેશો સાથે 'ટ્રાવેલબબલ્સ' બનાવવાનું વિચારશે. જો ટ્રાવેલ બબલને સરળ ભાષામાં કહીએ તો પસંદ કરેલા દેશોનો એક સમૂહ જેમાં એક દેશના નાગરિકો અને બીજા દેશમાં મુસાફરી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો ભારત,શ્રીલંકા અને બાંગ્લાદેશ ટ્રાવેલ બબલ બનાવે છે.ેતો આ ત્રણ દેશોના નાગરિકો આ ૩ દેશોમાં મુસાફરી કરી શકે છે. જ્યારે કે આ સમય દરમિયાન આ દેશોના અન્ય દેશોના નાગરિકો ન તો અહીંથી આવી શકશે અને ન જઇ શકશે. પરંતુ અહેવાલો એવા આવ્યા છે કે, ભારતમાં કોરોનાના કરે જોતા કેટલાય દેશોએ ભારત સાથે જોડવાની અનિચ્છા વ્યકત કરી દીધી છે.

ભારત આ બાબતે હાલ અમેરિકા-ેકેનેડા અને કેટલાય યુરોપીય દેશો સાથે એરબ્રીજ (ટ્રાવેલ બબલ) બનાવા અંગે વિચાર કરી રહી છે.

હાલ કોરોના ફેલાતો રોકવા માટે કેટલાય દેશોમાં એરબ્રીજ બન્યો છે. દા.ત. તરીકે ન્યુઝીલેન્ડ એક પણ કેસ ન હોય આ દેશે હાલ ૨ થી ૩ દેશો સાથે આવા કરાર કર્યા છે.

દરમિયાન ભારત બે ટ્રાવેલ બબલમાં જોડાય તેવી શકયતા છે. જેમકે, પહેલા બબલમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ. બીજા બબલમાં ભારત, અમેરિકા અને બ્રિટન. આવી સ્થિતીમાં ભારતના નાગરિકો શ્રીલંકા, બાંગ્લાદેશ, યુએસએ અને યુકે જઇ શકશે. તેમજ આ દેશોના નાગરિકો પણ ભારતમાં મુસાફરી કરી શકશે. પરંતુ આ સમય દરમિયાન શ્રીલંકા-બાંગ્લાદેશ અને યુએસ-યુકેના નાગરિકો એકબીજા દેશોમાં મુસાફરી કરી શકશે નહીં. કારણ કે તેમનો ટ્રાવેલ બબલ જુદો જુદો છે.

સરકારને આશા છે કે જુલાઇના મધ્ય સુધીમાં સ્થાનીક મુસાફરીની સંખ્યા કોરોનાના પહેલા સ્તરે પહોંચી શકે છે. ત્યારબાદ તે આવા દેશો સાથે દ્વિપક્ષીય ટ્રાવેલ બબલની વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય ફલાઇટને મંજુરી આપવાનું વિચારશે.

આ દરમિયાન એવી સંભાવના છે કે, ૨૪ ઓગસ્ટથી ડોમેસ્ટિક હવાઇ મુસાફરી મોંઘી થઇ શકે. હકીકતમાં ૨૫મે ના રોજ સ્થાનિક ફલાઇટ્સ ફરીથી શરૂ કરવા માટે ભાડાની મર્યાદા ત્રણ મહિના માટે નકકી કરવામાં આવી હતી. આવી સ્થિતીમાં ૨૪ ઓગસ્ટ પછીથી તેમના ભાવમાં વધારો થઇ શકે છે.

(11:43 am IST)