Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ટીડીએસ ફોર્મમાં સુધારા કરાયા

નવી દિલ્હી, તા.૭: આયકર વિભાગે ટીડીએસ ફોર્મમાં સુધારા કર્યા છે અને તેને વધુ વ્યાપક બનાવ્યો છે. નવા સુધારેલા ફોર્મ મુજબ બેંકોએ એક કરોડથી વધુની રોકડ ઉપાડ માટે ટીડીએસ (ટેકસ ડિડકટેડ એટ સોર્સ)ની પણ જાણ કરવાની રહેશે. એક સૂચના દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેકટ ટેકસ (સીબીડીટી)એ ઇ-કોમર્સ ઓપરેટરો પર ટીડીએસ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને બિઝનેસ ટ્રસ્ટ દ્વારા વહેચવામાં આવતા ડિવિડન્ડ, રોકડ ઉપાડ, વ્યવસાયિક ફી અને વ્યાજ સહિતના આવકવેરાના નિયમોમાં સુધારો કર્યો છે.

(10:17 am IST)