Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રિઝર્વ બેન્કના માજી ગવર્નર ઊર્જિત પટેલે પુસ્તક લખ્યું

આ પુસ્તકમાં પટેલે બેન્કોની અને શાસન કરતા નેતાઓની અનેક પોલ ખોલી હોવાની શકયતા

મુંબઇ, તા.૭: રિઝર્વ બેન્કના માજી ગવર્નર ઊર્જિત પટેલે લખેલું પુસ્તક આ મહિનાના અંતમાં પ્રકાશિત કરવામાં આવશે.

રિઝર્વ બેન્કના ગવર્નર ભાગ્યે જ રાજીનામું આપતા હોય છે અને ઊર્જિત પટેલે રાજીનામું આપીને ખાસ્સો વિવાદ સજર્યો હતો.

પુસ્તકનું નામ 'ઓવર ડ્રાફ્ટઃ સેવિંગ ધ ઇન્ડિયન સેવર્સ'રાખવામાં આવ્યું છે અને આ પુસ્તકમાં તાજેતરના કાળમાં ભારતની બેન્કો પર એનપીએની થયેલી આડઅસર વિશે અને પટેલે રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે કરેલી કોશિશ વિશે લખવામાં આવ્યું હોવાની માહિતી પુસ્તકના પ્રકાશકે આપી હતી.

આ પુસ્તકમાં પટેલે બેન્કોની અને શાસન કરતા નેતાઓની અનેક પોલ ખોલી હોવાની શકયતા ચર્ચાઇ રહી છે.

નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે પટેલ રિઝર્વ બેન્કના ગવર્નર હતા, પણ ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૧૮માં એમણે અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવ્યા હતા.

એ વખતે સરકાર અને રિઝર્વ બેન્કના સંબંધોમાં ખટાશ આવી હતી. ત્યાર બાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનથી દૂર રહ્યા હતા. જોકે, ગયા મહિને આશ્ચર્યજનક રીતે એમને નાણાં મંત્રાલય હેઠળની થિંક ટેન્ક ગણાતી એનઆઇપીએફપીના ચેરમેન બનાવાયા હતા.

(10:17 am IST)