Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ઘરે-ઘરે LPG કનેકશન ધરાવતું હિમાચલ પ્રદેશ, દેશનું પહેલુ રાજય બન્યુ

સીએમ જય રામ ઠાકુરે વીડિયો કોન્ફરન્સ થકી માહિતી આપી

શિમલા, તા.૭: હિમાચલ પ્રદેશ દેશનુ પહેલુ એવુ રાજય બની ગયુ છે જયાં દરેક ઘરે LPG કનેકશન પહોંચી ગયુ છે. મુખ્યમંત્રી જય રામ ઠાકુરે સોમવારે વીડિયો કોન્ફરન્સ થકી આ માહિતી આપી હતી.

સીએમ ઠાકુરે જણાવ્યુ કે ચૂલા માટે લાકડુ ભેગુ કરવા અને રાંધવાની ક્રિયા પીડાદાયક તો હતી જ, પરંતુ મહિલાઓના સ્વાસ્થ માટે ખતરનાક પણ હતી. ચૂલાપ્રથાથી જંગલોનો વિનાશ પણ થતો હતો. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ તેમના વિતેલા કાર્યકાળ દરમિયાન ઉજ્જવલા યોજના ઘડી જે હેઠળ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને મફત ગેસ કનેકશન સુવિધા પૂરી પાડવામાં આવી. 

હિમાચલ પ્રદેશ સીએમના જણાવ્યા મુજબ આ યોજનાથી પ્રદેશના ૧.૩૬ વાખ પરિવારને લાભ મળ્યો છે.

પોતાના સંબોધનમાં હિમાચલ પ્રદેશ સીએમએ કોરોના મહામારીને લઇને મહિલાઓને અપીલ કરી હતી કે તેઓ અન્ય રાજયોમાંથી આવેલા હોમ કોરન્ટાઇન લોકો પર નજર રાખે, જેથી કોરન્ટાઇન નિયમોનુ ઉલ્લંઘન ન થાય.

(10:15 am IST)