Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હજુ ઓપરેશન ચાલુ છે

પુલવામામાં આતંકી અથડામણમાં જવાન શહીદઃ એક આતંકીનો ખાતમો

પુલવામા, તા.૭: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના એક ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ૨દ્મક ૩ આતંકીઓ છૂપાયેલા છે. છેલ્લે મળતી માહિતી મુજબ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. ઓપરેશન હજુ ચાલુ છે. આ અથડામણમાં સેના અને પોલીસનો એક-એક જવાન દ્યાયલ થયા હતાં. જેમાંથી સેનાનો જવાન શહીદ થયો છે. જયારે એક આતંકી પણ ઠાર થયો છે.

આતંકીઓ રહેણાંક વિસ્તારમાં છૂપાયેલા છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે જયારે પોલીસ અને સેનાના એક એક જવાન દ્યાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અને ૫૩ રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની એક જોઈન્ટ ટીમે ગુસો વિસ્તારમાં એક દ્યેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું છે. પોલીસ અને સેનાના જવાનોએ જેવો વિસ્તાર દ્યેર્યો કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જોઈન્ટ ટીમ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. ત્યારબાદ અથડામણ શરૂ થઈ.

આતંકીઓ રહેણાંક વિસ્તારમાં છૂપાયેલા છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે જયારે પોલીસ અને સેનાના એક એક જવાન ઘાયલ થયા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ૫ જુલાઈના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ આતંકીઓએ ફાયરિંગ પણ કર્યું હતું.

(10:14 am IST)