Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

નિયમોનું પાલન નહીં કરાય તો રાજકોટને હોટસ્પોટ બનતા વાર નહીં લાગેઃ જાગો... જાગૃત થાઓ... સોશ્યલ ડિસ્ટન્સ રાખો... ટોળાશાહીથી દૂર રહો

૩૦ કેસનો વિસ્ફોટ :રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનું તાંડવઃ પાંચ મોતથી ભારે ફફડાટ

કોઠારિયા રોડ પર હુંબલ પરિવારના ૯ સહિત ૨૭ કેસ : શહેરના ગાંધીગ્રામ, સંત કબીર રોડ, રેલનગર, ભકિતનગર, ગાયત્રીનગર, હસન વાડી, જંગલેશ્વર, જંકશન પ્લોટ વગેરે વિસ્તારોમાં કુલ ૨૭ કેસ : જિલ્લાના સરપદડ, માધાપરમાં ૩ કેસ

રાજકોટ તા. ૭ : શહેરમાં આજે સવારે જાણે કોરોના બ્લાસ્ટ થયો હતો. શહેર - જિલ્લામાં કુલ ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાં રાજકોટ શહેરનાં જ ૨૭ તેમજ ગ્રામ્ય વિસ્તારના ૩ કેસનો સમાવેશ થાય છે. શહેરનાં ૨૭ પૈકી ૯ વ્યકિતઓ તો હુંબલ પરિવારનાં એકલામાં જ પોઝિટિવ આવ્યા છે અને આ હુંબલ પરિવારના જ એક માજીનું ગઇરાત્રે કોરોનાથી મોત નિપજ્યું છે. જેના સહિત આજે કોરોનાથી શહેર - જિલ્લામાં કુલ પાંચ મોત થતાં શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે જબરો ફફડાટ ફેલાયો છે. જે મોત થયા છે તેમાં ૨ વ્યકિત રાજકોટના અને ૧ ધ્રાંગધ્રા તથા ૧ વાંકાનેરના વ્યકિતનો સમાવેશ થાય છે.

કોરોના પોઝિટિવના નામ સરનામા

દરમિયાન મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સવારે શહેરમાં આવેલ ૨૭ કોરોના પોઝિટિવ કેસના નામ સરનામા આ મુજબ છે.

(૧) ગીરધરભાઈ ટપુભાઈ (૭૨/પુરૂષ) ગાંધીગ્રામ, રાજકોટ. (૨) જગદીશભાઈ મોહનભાઈ (૫૮/પુરૂષ) નર્મદ ટાઉનશીપ, રાજકોટ. (૩) સુરભીબેન (૨૦/ સ્ત્રી) સંત કબીર રોડ, રાજકોટ. (૪) બચુભાઈ નાગજીભાઈ (૯૫/પુરૂષ) સંત કબીર રોડ, રાજકોટ. (૫) ભારતીબેન અશોકભાઈ (૫૦/ સ્ત્રી) રેલ નગર, રાજકોટ. (૬) ડો પ્રકાશ મોદી (૪૧/પુરૂષ) ઈ-૧, મેડીકલ કવાટર્સ, રાજકોટ. (૭) નૈમિષ વિરભાનુભાઈ હુંબલ (૧૮/પુરૂષ) (૮) વિરભાનુભાઈ ઘુસાભાઈ હુંબલ (૩૭/પુરૂષ) દિપ્તીનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ. (૯) વરજાંગભાઈ જયતાભાઈ હુંબલ (૪૫/પુરૂષ) (૧૦) હરદેવ વરજાંગભાઈ હુંબલ (૧૮/પુરૂષ) (૧૧) વનરાજભાઈ જયતાભાઈ હુંબલ (૪૦/પુરૂષ) (૧૨) ગીતાબેન વનરાજભાઈ હુંબલ (૩૭/ સ્ત્રી) (૧૩) જાનવીબેન વનરાજભાઈ હુંબલ (૧૮/ સ્ત્રી) (૧૪) નિર્ભય વનરાજભાઈ હુંબલ (૧૪/પુરૂષ) મયુર પાર્ક-૧, જયનાથ હોસ્પિટલ સામે, ભકિતનગર સર્કલ, રાજકોટ. (૧૫) દિપાલીબેન અર્જુનભાઈ હુંબલ (૨૨/ સ્ત્રી) શિવમ પાર્ક-૧, ભકિતનગર સર્કલ, રાજકોટ. (૧૬) મસુબેન પ્રભાતભાઈ આગરીયા (૬૦/ સ્ત્રી) ખોડીયાર સોસાયટી શેરી નં. ૨, રાજકોટ.ઙ્ગ(૧૭) જયોતિબેન રત્નાકર કર્ણિક (૬૫/ સ્ત્રી) જંકશન પ્લોટ શેરી નં. ૮, મોરબી હાઉસ પાસે, રાજકોટ. (૧૮) નરેન્દ્રભાઈ ભરતભાઈ આડેસરા (૩૬/પુરૂષ) (તેઓના વેવાઇ શ્રી રોજાસરા ૬ જુલાઇએ કોરોના પોઝિટિવ આવયા હતા) (૧૯) ધન્વીબેન નરેન્દ્રભાઈ આડેસરા (૧૦/ સ્ત્રી) (૨૦) વૈશાલીબેન નરેન્દ્રભાઈ આડેસરા (૩૪/ સ્ત્રી) (૨૧) દ્રષ્ટીબેન નરેન્દ્રભાઈ આડેસરા (૧/ સ્ત્રી) ૩/૭, ગાયત્રીનગર, જલજીત હોલ પાછળ, રાજકોટ. (૨૨) જગદીશભાઈ દેવરાજભાઈ બોરીચા (૫૦/પુરૂષ) (૨૩) અસ્મિતાબેન સુભાષભાઈ બોરીચા (૨૫/ સ્ત્રી) વાલકેશ્વર શેરી નં. ૬, હસનવાડી સામે, રાજકોટ. (૨૪) ફિરોજભાઈ મોહમદભાઈ પઠાણ (૩૫/પુરૂષ) આર.એમ.સી. કવાટર, જંગલેશ્વર, રાજકોટ. (૨૫) ચંદુભાઈ બેચરભાઈ ડાભી (૪૦/પુરૂષ) ઘનશ્યામ નગર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ. (૨૬) બીનાબેન નિર્મલભાઈ મારૂ (૪૬/ સ્ત્રી) મેઘાણી નગર શેરી નં. ૩, રાજકોટ. (૨૭) નાનબાઈબેન નાનાભાઈ મારૂ (૪૦/ સ્ત્રી) ન્યુ સાગર સોસાયટી શેરી નં. ૪, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

શહેરમાં આજે બપોરની સ્થિતિએ કુલ કેસ ૨૭૨, સારવાર હેઠળ ૧૦૯ અને ડિસ્ચાર્જ ૧૫૩ થયા છે.

(3:04 pm IST)