Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોનાના લીધે UAE અને શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડ દ્વારા પણ IPLની મેજબાની માટે અપાયો પ્રસ્તાવ

ભારતમાં કોરોના વાઈરસના લીધે IPLનું આયોજન થઈ શકે તેવી કોઈ જ શક્યતાઓ નથી. આથી જ IPLનું આયોજન કોઈ એવા દેશમાં કરવામાં આવે જ્યાં કોરોનાના કેસ નહિવત હોય એવી વિચારણા ચાલી રહી છે. આ પ્રસ્તાવમાં ભારતને UAE અને શ્રીલંકાએ પહેલાં જ સમર્થન આપીને કહ્યું છે કે તેઓ આઈપીએલની મેજબાની માટે તૈયાર છે. ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું તેને પણ સ્થિગત કરવામાં આવી શકે છે

BCCI તમામ સંભાવનાઓ પર વિચાર કરી રહ્યું છે અને બોર્ડ એવું ઈચ્છી રહ્યું છે કે કે આયોજન ભારતમાં જ થાય. જો કે ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સતત કેસ વઘી રહ્યાં છે અને તેના લીધે આવા આયોજન માટે પરવાનગી મળે તેવી કોઈ જ શક્યતા નથી. આ સમયે ન્યૂઝીલેન્ડ પણ આગળ આવ્યું છે અને તેઓએ કહ્યું કે અમે આઈપીએલની મેજબાની માટે તૈયાર છીએ

(1:06 am IST)