Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

પાકિસ્તાની અધિકારી સંવેદનશીલ જાણકારી મેળવવા માટે દેવિંદર સિંહને તૈયાર કરી રહ્યા હતાં

 

નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશ્મિર પોલીસનાં સસ્પેન્ડ કરાયેલા ડિએસપી દેવિંદર સિંહ સહિત આરોપિયો વિરૂધ્ધ ચાર્જશિટ દાખલ કરી છે, કાશ્મિર ખીણમાં આતંકવાદીઓને સાથ આપતા પકડાયેલા દેવિંદર સિંહની જાન્યુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. દેવિંદર સિંહને આતંકવાદી નાવિદ બાબુ, રફિ અહેમદ રાથરને ભગાડવામાં મદદ કરતા પકડાઇ ગયા હતાં.

એનઆઇએ કહ્યું કે દેવિંદર સિંહ નવી દિલ્હીમાં પાકિસ્તાનના ઉચ્ચાયોગના કેટલાક અધિકારીઓ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્કમાં હતો. એનઆઇએ આરોપ પત્રમાં લખ્યુ છે કે, પાકિસ્તાની અધિકારી સંવેદનશીલ જાણકારી મેળવવા માટે દેવિંદર સિંહને તૈયાર કરી રહ્યા હતાં. ચાર્જશીટમાં એનઆઇએ કહ્યું કે, પાકિસ્તાન દૂતાવાસના અધિકારી ઇરફાન શફી મીરના સતત સંપર્કમાં હતા, જે એક વકીલ હોવાનો દાવો કરે છે. તે જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી સેમીનાર યોજવા માટે પૈસા એકત્રીત કરતો હતો.

આરોપ પત્રમાં કહેવામા આવ્યું છે કે, મીર નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસથી નિર્દેશ અને પૈસા લેતો હતો. આરોપ પત્ર અનુસાર આરોપી હિજબુલ મુજાહિદીન અને પાકિસ્તાની રાજ્ય એજન્સીઓ તરફથી ભારત વિરૂદ્ધ હિંસક કાર્યવાહી કરવા માટે રચવામાં આવેલ ષડયંત્રનો ભાગ હતો.

(12:36 am IST)