Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ચીનને ગુસ્તાખી ભારે પડી : ભારતના આક્રમક વલણથી ડ્રેગનને લાગ્યા એક પછી એક ઝટકા

59 એપ્પ પર પ્રતિબંધ : 5જીની રેસમાંથી બહાર કાઢ્યું : વીજ ઉપકરણો મુદ્દે આપ્યો કરંટ: કાનપુર-આગ્રા મેટ્રો કૉન્ટ્રાક્ટમાંથી ચીનની કંપની આઉટ: બિહારમાં ચાઈનીઝ કંપનીઓ પાસેથી અબજોનો કૉન્ટ્રાક્ટ છીનવાયો: દિલ્હીનો ઈ-બસ પ્રોજેક્ટ પણ ચીન પાસેથી છીનવાયો :ચાઈનીઝ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યૂટી વધારી: હીરો સાયકલ માટે પણ ચીન બન્યું વિલન: ભારતીય માર્કેટમાંથી ચાઈનીઝ પ્રોડક્ટ ગાયબ

 

નવી દિલ્હી: ગલવાનમાં હિંસક ઝડપ બાદ ભારત અને ચીન બન્ને દેશો વચ્ચે તનાવ સતત વધ્યો છે ચીન વિરુદ્ધ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત આક્રમક વલણ દાખવી રહ્યું છે,  15 જૂનની રાત્રે ખેલાયેલા ખૂની ખેલ બાદ 20 દિવસમાં ભારતે ડ્રેગનને અનેક આર્થિક ફટકા આપ્યા છે. જેનાથી ચીનને અબજો રૂપિયાનું નુક્સાન થયું છે,

  ચીન વિરુદ્ધ ભારતની સૌથી મોટી કાર્યવાહી 29 જૂનના રોજ સાંજે કરવામાં આવી છે. જેમાં ભારતે ડ્રેગન પર ડિજિટલ સ્ટ્રાઈક કરતાં 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. જેમાં TikTok સહિતની અનેક લોકપ્રિય એપ્સનો સમાવેશ થાય છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જણાવ્યા પ્રમાણે, માત્ર TikTok અને Helo એપ પર પ્રતિબંધથી ચીનની બાઈટડાન્સ કંપનીને 45 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થવાની આશંકા છે.

ભારતમાં 5G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ચીની કંપનીઓ સાથે અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા. સરકારી ટેલિકૉમ કંપની BSNL અને MTNL પણ 5G સર્વિસના વિસ્તરણ માટે ચીની કંપનીઓને કૉન્ટ્રાક્ટ આપ્યા હતા. જેને રદ્દ કરી દેવામાં આવતા, ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

કેન્દ્રીય મંત્રી આરકે સિંહે ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો પાસેથી વીજ ઉપકરણોની આયાત બંધ કરવાની જાહેરાત કરી છે. ભારત દરવર્ષે 71 હજાર કરોડ રૂપિયાના વીજ ઉપકરણો આયાત કરે છે. જેમાંથી 21 હજાર કરોડ રૂપિયાના ઉપકરણો માત્ર ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. હવે સરકારના નિર્ણયથી સ્વાભાવિક છે કે, ચીનને નુક્સાન થવાનું .

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન (UPMRC) કાનપુર અને આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કૉચ સપ્લાયના ટેન્ડર ખુલવા સાથે ચીની કંપનીને બહાર કરી દેવામાં આવી છે. બન્ને મેટ્રો પ્રોજેક્ટમાં 67 ટ્રેનો માટે કોચની સપ્લાય થવાની છે. હવે કૉન્ટ્રાક્ટ ગુજરાતની બૉમ્બર્ડિયર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યો છે.

નીતિશ સરકારે પટનામાં ગંગા નદી પર બનનારા પુલનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. પુલ હાલના મહાત્મા ગાંધી સેતુની નજીકમાં બનવા જઈ રહ્યો છે. સાથે લગભગ 15 કિલોમીટરનો રોડ પણ બનવાનો છે. સમગ્ર કૉન્ટ્રાક્ટ 29.26 અબજ રૂપિયાનો છે. પ્રોજેક્ટ માટે પસંદ પામેલા 4 કૉન્ટ્રાક્ટરોમાંથી બે ચાઈનીઝ હતા. આથી કૉન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.
કાનપુરથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંક્શન વચ્ચે સિગ્નલિંગ માટે વર્ષ 2016માં ચીની કંપનીને 471 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે રેલવેએ બન્ને દેશો વચ્ચે વર્તમાન તનાવને જોતા કોન્ટ્રાક્ટ પણ રદ્દ કરી દીધો છે.
દિલ્હી સરકાર પ્રદૂષણ ઓછુ કરવા માટે 1000 -બસો ઉતારવાની તૈયારી કરી રહી છે. માટે ચીન પાસેથી બસના પાર્ટ્સ ખરીદી કરીને ભારતમાં એસેમ્બલ કરવાની યોજના હતી. હવે દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે, તે ચીન પાસેથી કોઈ પણ પાર્ટ્સ નહીં ખરીદે. હવે દિલ્હીએ માટે યુરોપિયન દેશો તરફ નજર દોડાવવાની શરૂઆત કરી દીધી છો.
થોડા દિવસો પહેલા ભારત સરકારે ચીનથી આયાત થનારા સામાન ઉપર કસ્ટમ ડ્યૂટી વધારી દીધી છે. જેમાં ચીનમાં મેન્યુફેક્ચર થનારા રમકડાથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધીની તમામ પ્રોડક્ટ્સ સામેલ છે. જેનાથી ચીનને અબજો ડૉલરનું નુક્સાન થશે.
યુનાઈટેડ સાયકલ પાર્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (UCPMA)ના સભ્યોએ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે મદદની પહેલ કર્યા બાદ હીરો સાયકલના અધ્યક્ષ અને MD પંકજ મુંજાલે ચીન સાથે 900 કરોડ રૂપિયાના સોદાને રદ્દ કરીને ચીનને મોટો ફટકો આપ્યો છે.
ગલવાનની ઘટના બાદ ભારતમાં ચીન પ્રત્યે આક્રોશ ચરમ પર છે. લોકો ચાઈનીઝ પ્રોડક્ટ્સની હોળી કરી રહ્યાં છે. જેને પગલે બજારમાં પણ ચાઈનીઝ મોબાઈલથી લઈને અન્ય પ્રોડક્ટ્સનું વેચાણ લગભગ બંધ છે. વેપારીઓએ પણ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કર્યો છે. સમગ્ર દેશમાં વેપારી સંગઠનોએ ચાઈનીઝ પ્રોડક્ટ્સની જગ્યાએ ભારતીય પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ છે.

અમદાવાદમાં તો રીલિફ રોડ પર આવેલા ચાઈના માર્કેટમાં તો વેપારીઓએ ચાઈનીઝ મોબાઈલના બેનર્સ પણ હટાવી દીધા છે. અહીના વેપારીઓએ પોતાની પાસે સ્ટોક્સમાં રહેલા ચાઈનીઝ કંપનીના મોબાઈલ અને એસેસરીઝની કિંમતો વધારી દીધી છે. જેથી ગ્રાહકો તેની ખરીદી કરવાથી દૂર રહે. સિવાય વેપારીઓ અલગ-અલગ સાઈટો પર સેલર બનીને ચાઈનીઝ મોબાઈલનો સ્ટોક ખાલી કરી રહ્યાં છે. આટલું નહીં, ગ્રાહકો પણ બને ત્યાં સુધી ચાઈનીઝ મોબાઈલ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે

.ભારતના મોબાઈલ માર્કેટમાં 70 ટકા હિસ્સો કબ્જે કર્યો છે. એવામાં ભારતીય વેપારીઓ અને ગ્રાહકો દ્વારા ચાઈનીઝ મોબાઈલનો બહિષ્કાર કરવામાં આવતા ચીનને મોટો ફટકો પડી શકે છે.

ભારત-ચીન વચ્ચે શરૂ થયેલા તનાવ બાદ મોદી સરકારે FDI મારફતે ચાઈનીઝ કંપનીઓના રોકાણને નિયંત્રિત કરવાનું શરૂ કરી દીધુ હતું. માટે ભારત સરકારે FDIના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે, વર્ષ 2009-10માં ચીનનું ભારતીય કંપનીઓમાં 4.1 કરોડ ડૉલરનું રોકાણ હતું. વર્ષ 2014-15માં ચીને ભારતીય કંપનીઓમાં સૌથી વધુ 48.49 કરોડ ડૉલરનું રોકાણ કર્યું હતુ. વર્ષ 2018-19માં 22.9 કરોડ ડૉલર અને 2019-20માં ભારતીય કંપનીઓમાં ડ્રેગનનું રોકાણ 16.38 કરોડ ડૉલર હતું.

(12:04 am IST)